રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ૨૬.૭૬ મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રાન ઇન્ક.માં વધારાનો ઇક્વિટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ ઉપર કુલ ૫૪.૪૬ ટકાની હિસ્સેદારી હાંસલ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ડેલવેરના કાયદા મુજબ વર્ષ ૨૦૧૧માં સ્થપાયેલી સ્કાયટ્રાન એક ટેક્નોલોજી કંપની છે. સ્કાયટ્રાને ટ્રાફિકની વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે પેસિવ મેગ્નેટિક લેવિટેશન એન્ડ પ્રોપલ્શન ટેક્નોલોજીની શોધ કરી છે. સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશનનું સર્જન કરવા માટે સ્કાયટ્રાને આ ટેક્નોલોજી ડેવલપ કરી છે. સ્કાયટ્રાન દ્વારા શોધવામાં આવેલી અતિ આધુનિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ તેના દ્વારા ખાસ વિકસાવવામાં આવેલી પેટન્ટેડ પેસિવ મેગ્નેટિક લેવિટેશન ટેક્નોલોજી ઉપર આધારિત છે અને અત્યાધુનિક આઇટી, ટેલિકોમ, ૈર્ં્ અને એડ્વાન્સ મટિરિયલ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે જે ઝડપી, સુરક્ષિત, પર્યાવરણીય રીતે અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવી હશે. કંપનીને ઇનોવેશન એન્ડેવર્સ જેવા વિશ્વ કક્ષાના નોંધપાત્ર વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર્સની પણ સહાય મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews