અનેક ગામોમાં ચૂંટણીનાં બહિષ્કારથી તંત્ર દોડતું રહયું

0

ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અમુક ઘર્ષણ, તોડફોડ, મારામારીની ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે જેમાં સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે પક્ષ અને ઉમેદવારોની કામગીરીથી નારાજ અનેક મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના અનેક દાખલા સામે આવ્યા છે. ભરૂચ, છોટાઉદેપુર, ભૂજ, વલસાડ, હાલોલ સહિત અનેક ગામોના કેટલાક વિસ્તારના લોકો મતદાન કરવા જ ગયા ન હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. ભુજ તાલુકાના અંદાજિત સાડા પાંચ હજાર વસ્તી ધરાવતા દેશલ પુર ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ભરૂચ અને ભુજ ઉપરાંત છોટાઉદેપુુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે પણ પોતાની માંગો પૂરી ન થતાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે વલસાડના ઉમરગામ નારગોલ ખાતે મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!