રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીને બોમ્બથી ઉડાવી દેવાની જૈશ-ઉલ-હિંદ સંગઠને આપી ધમકી

0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી છે. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી છે. થોડા દિવસ પહેલાં આજ સંગઠને દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જાેકે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી. આતંકી સંગઠને પોતાની પોસ્ટમાં ઈન્ટેલિજન્સ એજન્સીને ચેલેન્જ કરી છે અને પૈસાની ડિમાન્ડ પણ કરી છે. તેમાં લખ્યું છે, આ માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કશું ન હતા કરી શક્યા જ્યારે અમે તમારા દિલ્હીમાં હિટ કરી શક્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews