સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮માં જૂનાગઢ રેલવે સ્ટેશનના આરપીએફ પીઆઈ યશવંત શર્મા દ્વારા માહિતી આપવામાં આવી કે રાજકોટથી વેરાવળ તરફ જતી જબલપુર એકસપ્રેસ ટ્રેનમાં તેઓને એક ૧પ વર્ષની બાળકી મળી છે કે રાજકોટની છે, માતા-પિતાથી વિખુટી પડી અને ટ્રેનમાં બેસી ગયેલ છે અને આરપીએફ સ્ટાફને ગોંડલથી ટ્રેનમાં મળેલ છે અને બાળકીને જૂનાગઢ લાવવામાં આવી રહી છે. ત્યારબાદ ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ની ટીમના સભ્યો જૂનાગઢ રેલવે સ્ટેશને પહોંચ્યા અને મળેલ બાળકી સાથે વાતચીત કરી અને બાળકીનું કાઉન્સેલીંગ કર્યુ અને બાળકીના માતા-પિતાનો રાજકોટથી સંપર્ક કરી અને તેઓને જૂનાગઢ બોલાવવામાં આવ્યા અને બાળકીને ચાઈલ્ડ લાઈન જૂનાગઢનાં કો-ઓર્ડિનેટર જતીન માલમ દ્વારા ચાઈલ્ડ લાઈનના ડાયરેકટર, બાળસુરક્ષા વિભાગ- જૂનાગઢ તેમજ જીલ્લા બાળ કલ્યાણ સમિતીનાં ચેરપર્સન ગીતાબેન માલમ સાથે સંકલન કરી અને બાાળકીને તેના માતા-પિતાને સોંપવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews