જૂનાગઢ પોલીસે એટીએમ કાર્ડ તેના મુળ માલીકને સુપ્રત કરી પ્રસંશનીય કામગીરી કરી

0

 

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ખાતે રહેતા અને સાઈન બોર્ડની એજન્સી ચલાવતા દીપેશભાઈ શાહ (મોઃ- ૯૯૭૮૭ ૦૦૦૭૯)ને કાળવા ચોક ખાતે આવેલ એટીએમ બુથમાંથી તા. રપ-ર-ર૧નાં રોજ રૂપિયા ઉપાડવા જતા, એચડીએફસી બેંકનું એટીએમ કાર્ડ, રૂપિયા ઉપાડેલ સ્લીપ સાથે એટીએમમાંથી જ મળતા, તેઓએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફને મળી, માલિકને શોધી, પરત કરવા વિનંતી કરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, હે.કો. કમલેશભાઈ, દેવેન્દ્રસિંહ, ક્લાર્ક શરદભાઈ સાવલિયા સહિતના સ્ટાફ દ્વારા એટીએમ આધારે એચડીએફસી બેંકના મેનેજર પરાગભાઈ મકવાણા (મો ઃ- ૭૬૨૨૦ ૧૭૬૪૦) મારફતે તાત્કાલિક તપાસ કરી, એટીએમ કાર્ડના માલિક હરબક્ષભાઈ કમલકિશોર જાેશી (મો ઃ- ૮૪૪૭૧૫૪૩૮૭) રહે. જાેશીપરા, જૂનાગઢ મૂળ રહે. અમૃતસર (પંજાબ)ને શોધી કાઢી, તેમને ફોન કરતા, તેઓનું એટીએમ કાર્ડ તેઓ પાસે હોવાનું જણાવતા, ત્યારે તેઓને ખબર પડેલી કે, પોતાનું એટીએમ કાર્ડ ઉતાવળે એટીએમ બુથમાં જ ભૂલી ગયેલા. પોતે બ્રિટાનીયા કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે, પોતાની દીકરી બીમાર હોઈ, તેના ટેનશનમાં એટીએમમાંથી રૂપિયા લઈને કાર્ડ ભૂલી, જલ્દી રવાના થઈ ગયેલાનું જણાવતા, પોલીસ દ્વારા જાણ કરવામાં આવી ત્યારે પોતાને ખ્યાલ આવ્યો કે, પોતાનું કાર્ડ ભૂલી ગયેલ છે, તેઓને ઓફીસ બોલાવી, એટીએમ કાર્ડ પરત સોંપતા, હરબક્ષભાઈ જાેશીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા એટીએમ કાર્ડ કે જે ખાતામાં રૂ. ૧,૬૦,૦૦૦ જેટલી માતબર રકમ જમા હતી, તે એટીએમ કાર્ડ, પ્રામાણિકતા દાખવી, પરત આપવા આવેલ દીપેશભાઈ શાહની પ્રમાણિકતાને બિરદાવી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જૂનાગઢ પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હરબક્ષભાઈ જાેશીનું એટીએમ બુથમાં ભૂલી ગયેલ એટીએમ કાર્ડ પરત અપાવી, પરત આપવા આવેલ દીપેશભાઈ શાહની પ્રામાણિકતાને બિરદાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!