ઈવનગર વિસ્તારમાં દલિત સમાજના યુવકને માર મારતા મામલો બિચક્યો

0

જૂનાગઢ શહેરમાં રવિવારના બપોરના સમયે ઇવનગર વિસ્તારમાં દલિત સમાજના આગેવાન ભરતભાઈને જ્ઞાતિ વિરૂધ્ધ હડધૂત કરી પટેલ સમાજના પ્રવીણભાઈ ભૂત દ્વારા માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલાને લઈને આઠ કલાક સુધી ફરિયાદ ન નોંધાતા દલિત સમાજના યુવકો દ્વારા શહેરના કાળવા ચોક આંબેડકરજીના પૂતળા પાસે રસ્તો બંધ કરી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાડી.વાય.એસ.પી પ્રદિપસિંહજાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ કે પરમાર, પી.એસ.આઇ મહેતા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અંતે પોલીસ દ્વારા દલિત સમાજના આગેવાનો સાથે સમજુતી કરતા કલાક બાદ ફરી શહેરના કાળવા ચોકનો માર્ગ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને વાહન વહેવાર શરૂ થયો હતો. અને અંતે આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. સમગ્ર મામલાને લઈને બહુજન સમાજ પાર્ટીના શહેર પ્રમુખ વિકી સોલંકીએ જણાવ્યું કે હાલ તો આંદોલન સમેટી લેવામાં આવ્યું છે પરંતુ જાે મારમારનાર સામે કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો ફરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews