ખૂનનાં ગુન્હામાં વોન્ટેડ શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લઈ રાજકોટ પોલીસને સોંપી દીધો

0

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ ધરી, જિલ્લાના તમામ થાણા અમલદારોને વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. સને ૨૦૧૪ની સાલમાં તા. ૧૭-૧૨-૨૦૧૪ ના રોજ રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૈયા રોડ ઉપર સદગુરૂ તીર્થધામ કોમ્પલેક્ષ મા બંટી મોબાઈલ નામની દુકાન ધરાવતા અને કિસાનપરા શેરી ન. ૦૧ મા રહેતા ફરિયાદી વિજય પ્રવીણભાઈ મકવાણાની દુકાને મોબાઈલ ખરીદવા બાબતે રકઝક કરી, આરોપી સોનુ ડાંગર તથા ત્રણ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ પીસ્ટલ માંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી, ખૂનની કોશિશનો ગુન્હો દાખલ થયેલ હતો. આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ખૂનની કોશિષના ગુન્હામાં તપાસ દરમ્યાન સોનુબેન ચંદુભાઈ ડાંગર ઉર્ફે લેડી ડોન તેમજ ભુપતભાઇ ઉર્ફે બાલુ જીલુભાઈ બસિયા રહે. ગળથ, તા. ભેસાણ, ચૈતન્ય ગીરીશભાઈ ચૌહાણ દરજી રહે. રાજકોટ તથા મયંક મહેન્દ્રભાઈ ખજૂરીયા રહે. રાજકોટ સહિતના ચાર આરોપીઓના નામ ખૂલેલ હતા. આ ગુન્હામાં મયંક મહેન્દ્રભાઈ ખજૂરીયાની ધરપકડ કરવામાં આવેલ જ્યારે સોનુ ડાંગર સહિત બે આરોપીઓએ હાઇકોર્ટનો હુકમ મેળવેલ હતો. જ્યારે આરોપી ભુપતભાઇ ઉર્ફે બાલુ જીલુંભાઈ બસિયાનું આ ખૂનની કોશિષના ગુન્હામાં નામ ખુલી ગયા બાદ આજદિન સુધી છેલ્લા ૬ વર્ષથી વોન્ટેડ હોઈ, છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ હતો. જેની અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા પોલીસ પક્કડથી દૂર હતો. ઉપરાંત, તાજેતરમાં રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જનકસિંહ રાણા દ્વારા જૂનાગઢ પોલીસને આરોપી વોન્ટેડ હોવાની જાણ પણ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળાને મળેલ બાતમી આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા તથા પીએસઆઇ જનકસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ હે.કો. ખોડુભા જાડેજા, કિશોરભાઈ ઘૂઘલની મદદમાં ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા, સ્ટાફના હે.કો. બળવંતસિંહ, રમેશભાઈ, પો.કો. કલ્પેશભાઈ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે આ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ખૂનની કોશિષના ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરતો આરોપી આરોપી ભુપતભાઇ ઉર્ફે બાબુ જીલુંભાઈ બસિયા ઉવ. ૨૪ રહે. ગળથ, તા. ભેસાણ જી. જૂનાગઢને ભેંસાણ ખાતેથી જૂનાગઢ પોલીસના સહકારથી પકડી પાડી, હસ્તગત કરી, રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભુપતભાઇ ઉર્ફે બાબુ જીલુંભાઈ બસિયા (ઉ.વ. ૨૪) રહે. ગળથ, તા. ભેંસાણ જી. જૂનાગઢ છેલ્લા છએક વર્ષથી ખૂનની કોશિષના ગુન્હામાં નાસતો ફરતો/વોન્ટેડ હતો જે ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. ભેંસાણ પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી ભુપતભાઇ ઉર્ફે બાબુ જીલુંભાઈ બસિયા (ઉ.વ.) ૨૪ રહે. ગળથ, તા. ભેસાણ જી. જૂનાગઢનો કબજાે રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!