રાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની જવાબદારી છે. આ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કે.સી.જી.કચેરી, અમદાવાદ ખાતે વિવિધ પ્રકલ્પ કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આવા જ એક કૌશલ્યવર્ધકનો પ્રારંભ કે.સી.જી કચેરી અમદાવાદ ખાતે વર્ષ ૨૦૧૬-૧૭થી કરેલ. ફીનિશિંગ સ્કુલ પ્રકલ્પ દ્વારા વિદ્યાર્થી સ્કુલ ૮૦ કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે જેનો ઉદ્દેશ રાજ્યના વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ તથા સ્પોકન ઇંગ્લીશમાં પાવરફુલ કરીને તેઓની રોજગાર મેળવવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. ફીનિશિંગ સ્કુલ પ્રકલ્પમાં રાજ્ય સરકાર અને ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગર દ્વારા ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સ કોલેજ,જૂનાગઢની પસંદગી કરવામાં આવી છે.આ પ્રકલ્પનું ઉદ્ઘાટન તારીખ ૧ માર્ચ ૨૦૨૧ના રોજ કોલેજ આચાર્ય ડો. બલરામ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. યોગનુંયોગ આજે એકડેમી સંલગ્ન સમગ્ર કોલેજાે સાથે જેમનું નામ જાેડાયું છે એવા ડો.સુભાષ ચાવડાનો જન્મદિવસ હોવાથી એમને ભાવવંદના કરવામાં આવી હતી. તેમજ એમના જીવન ઝરમર વિષે ડો.બલરામ ચાવડાએ વાત કરી પેથલજીભાઈ ચાવડા (પૂ. બાપુજી)ના સ્વપ્નો કેવી રીતે ફળીભૂત થયા એનો સહુને પરિચય આપ્યો હતો. વધુમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે ‘ફીનિશિંગ સ્કૂલ પ્રકલ્પમાં કોલેજના સેમેસ્ટર ૫-૬ ના વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ પ્રકલ્પમાં કોલેજના કુલ ૬૦ જેટલા વિદ્યાર્થી બહેનોને જાેડવામાં આવ્યા છે.
ઉદઘાટન કાર્યક્રમ અંતર્ગત આ પ્રકલ્પના ટ્રેનર પુજા રાવલ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આ ટ્રેનીગની ભવિષ્યમાં ઉપયોગિતા વિષે વાત કરી હતી. કાર્યક્રમના અંતે ડો. નરેશ સોલંકી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ડો.સુભાષ મહિલા કોલેજની ફિનિશિંગ સ્કૂલનો પ્રકલ્પ મળતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને ટ્રસ્ટ પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ તેમજ મીતાબહેન ચાવડાએ સહુને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અંગ્રેજીના અધ્યાપક પ્રો. મહેશ કિકાણીએ કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews