કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૯ માં સૌથી વધુ અને વોર્ડ નં. પ માં સૌથી ઓછું મતદાન થયું

0

કેશોદ નગરપાલીકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના ૧૭ બુથ સામાન્ય, ર૭ સંવેદનશીલ, ૧૪ અતિ સંવેદનશીલ એમ કુલ પ૮ બુથ ઉપર મતદાન યોજાયું હતું. ૧૦પ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૬૧૬૩ર પૈકી ૩૩૯૬૪ મતદારોએ મતદાન કરતાં પપ.૧૧ ટકા મતદાન થયું છે જે ગત વર્ષની સરખામણીમાં ૩.૧૬ ટકા ઓછું છે. સૌથી વધુ વોર્ડ નં. ૯ માં ૬૧.૭૬ ટકા જયારે સૌથી ઓછું વોર્ડ નં. પ માં ૪૯.ર૬ ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં વોર્ડ નં. પ, ૬ અને ૯ માં કુલ ૪ મશીન ખરાબ થયા હતા જેથી થોડો સમય મતદાન બંધ રહયું હતું. આ વખતે ઓછા મતદાન માટે લોકોમાં કોરોના મહામારીની અસર જાેવા મળી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. નગરપાલિકાની ગત ટર્મ ર૦૧પની ચૂંટણીમાં કુલ મતદાર પ૩૭૬ર હતા જેમાં ૩૧૩રપ મતદારોએ મતદાન કર્યું હતું જે ટકાવારીની દ્રષ્ટિએ પ૮.ર૭ ટકા હતું.જયારે વોર્ડવાઈઝ સૌથી ઉંચું મતદાન વોર્ડ નં. ૯ માં ૬૬.૪૩ ટકા અને વોર્ડ નં. પ માં સૌથી નીચું મતદાન પ૧.૭૪ ટકા મતદાન થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews