ગીર-સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ૮૧૬ જેટલા મતદાન મથકો ઉપર ગઈકાલે મતદાન યોજાયેલ હતું અને જીલ્લા પંચાયતની ર૮ બેઠકો તથા છ તાલુકા પંચાયતની ૧ર૮ બેઠકો ઉપર સરેરાશ ૬પ.૮ર ટકા અને ચાર નગરપાલિકાઓની ૧ર૮ બેઠકો ઉપર ૬૪.૪૧ ટકા જેવું ધીંગુ મતદાન થયેલ છે. ગીર સોમનાથ જીલ્લાના મતદાન મથકોમાં વ્હેલી સવારથી મતદારોની લાંબી લાઇનો જાેવા મળતી હતી જેમાં કયાંક કોરોનાના નિયમો અનુસાર તો કયાંક મતદારોમાં ઉત્સાહ નજરે પડતો હતો. ગીર સોમનાથ જીલ્લાનાંબાણેજ બુથમાં એક માત્ર મતદાતા હરીદાસબાપુએ મત આપી ૧૦૦ ટકા મતદાન કરેલ હતું.
ગીર-સોમનાથ જીલ્લા પંચાયતની ર૮ બેઠકો વેરાવળ તાલુકામાં આવેલી પ બેઠકોમાં ૭ર.૮૪ ટકા, તાલાલા તાલુકામાં આવેલી ૩ બેઠકોમાં ૬૩.૩ર ટકા, સુત્રાપાડા તાલુકામાં આવેલી ૪ બેઠકોમાં ૬૯.૪૬ ટકા, કોડીનાર તાલુકામાં આવેલી પ બેઠકોમાં ૬પ.૯પ ટકા, ઉના તાલુકામાં આવેલી ૭ બેઠકોમાં ૬૩.પ૭ ટકા અને ગીરગઢડા તાલુકામાં આવેલી ૪ બેઠકોમાં ૬૦.૧૯ ટકા મળી કુલ ૬પ.૮ર ટકા મતદાન થયેલ છે. ગીર-સોમનાથ જીલ્લાની છ તાલુકા પંચાયતોમાં વેરાવળની રર બેઠકો માટે ૭ર.૮૪ ટકા, તાલાલાની ૧૮ બેઠકો માટે ૬૩.૩ર ટકા, સુત્રાપાડાની ૧૮ બેઠકો માટે ૬૯.૪૬ ટકા, કોડીનારની ર૪ બેઠકો માટે ૬પ.૯પ ટકા, ઉનાની ર૬ બેઠકો માટે ૬૩.પ૭ ટકા અને ગીરગઢડાની ર૦ બેઠકો માટે ૬૦.૧૯ ટકા મતદાન થયેલ છે. આ ઉપરાંત ચાર નગરપાલિકાઓમાં વેરાવળના ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો માટે ૬૬.ર૭ ટકા, ઉનાના ૩૬ ઉમેદવારો માટે ૪૯.૪૦ ટકા, સુત્રાપાડાના ર૪ ઉમેદવારો માટે ૭૩.૩૮ ટકા, તાલાલાના ર૪ ઉમેદવારો માટે ૬૩.૩૭ ટકા, કોડીનારની એક પેટા બેઠક માટે પ૭.૬પ ટકા મતદાન થયેલ છે. ગીર-સોમનાથ જીલ્લામાં યોજાયેલ મતદાન પ્રક્રીયામાં ૪પ૦૦થી વધુ કર્મચારીઓ જાેડાયેલ હતા જયારે ૧૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ, ૧પ૦૦ જેટલા જી.આર.ડી., હોમગાર્ડઝ જવાનો તથા જીલ્લાના ૧૦ જેટલા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૭ જેટલી ગ્રૃપ મોબાઇલ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું.
ગીર-સોમનાથ જીલ્લાના દિગ્ગજાેમાં પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી સહીતના સ્થાનીક ભાજપના પદાધિકારીઓ વેરાવળ ખાતે તેમજ પૂર્વ મંત્રી જશાભાઇ બારડે સુત્રાપાડા ખાતે અને ગુજરાત રાજય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જાેટવાએ આદ્રી ખાતે તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી, પૂર્વ પ્રમુખ સરમણભાઇ સોલંકી સહીતનાએ મતદાન કરી જીલ્લામાં ભાજપની ભવ્ય જીત થવાનો આશાવાદ દર્શાવેલ
હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews