જૂનાગઢમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા સરદારબાગ નજીક ઔર્ગેનિક બજાર શરૂ

0

જૂનાગઢ જિલ્લામાં ઔર્ગેનિક પાકોનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને લોકોને પણ સારી અને ગુણવતાવાળી ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ઔર્ગેનિક શાકભાજી સહિત અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે જૂનાગઢ સ્થિત સરદારબાગ નજીક ઔર્ગેનિક બજાર શરૂ કરવામાં આવી છે. અહીંયા ૧૦ જેટલા ખેડૂતો પોતાનો પાક, શાકભાજી લઇને વેંચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. દર રવિવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી આ ઔર્ગેનિક બજાર ભરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews