મેંદરડાના વૃધ્ધ પાસેથી રૂા.૧.૩ર કરોડ ખંખેરી લેનાર નાઈજીરિયાના શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લીધો ઃ સાઈબર ક્રાઈમના ગુનાનો પોલીસે ખોલી નાંખ્યો ભેદ

0

સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. ત્યારે જૂનાગઢ પોલીસે કરોડોનું કરી નાંખનાર શખ્સને સાઈબર ક્રાઈમ અંતર્ગત ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરી છે. પોલીસની આ કામગીરીથી સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડાના આયુર્વેદિક ડો.જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયા (ઉ.વ.૭૦) ને ૧૬ મહિના પહેલા સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં જાેન્સન એન્જલ નામના એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે સ્વીકાર્યા બાદ તેમની સાથે છેતરપીંડીનો સિલસિલો શરૂ થયો હતો. સામેથી મેસેજમાં વાત કરતી મહિલાએ ફોન નંબરની આપ લે કરી ફોન ઉપર પોતે લંડન ગોલ્ડ માર્કેટમાં નોકરી કરતી હોવાનું કહયું હતું. અને પોતે ભારત ગોલ્ડ જવેલરી એકિઝબિશનમાં આવવાનું કહી હું ઈન્ડિયા આવીશ ત્યારે તમારા માટે ઘડીયાળ, સોનાના દાગીના, ૩૦ હજાર પાઉન્ડ અને લેપટોપ લેતી આવીશ. એક મહિના પછી તેમને દિલ્હીથી શ્વેતા મિશ્રાનો ફોન આવ્યો કે, હું કસ્ટમ ઓફિસર બોલું છું. તમારા ગેસ્ટ દિલ્હી આવ્યા છે. તેમની પાસે ઘણો ગેરકાયદેસર સામાન છે. તમારે ૩૮ હજાર રૂપિયા ભરવા પડશે. દંડ નહીં ભરો તો તેની ધરપકડ થશે. જાેકે, પહેલાં ડો.જીવરાજભાઈએ પૈસા ભરવાની ના પાડી. પણ પછી જાેન્સન એન્જલે તેને વિનંતી કરી એટલે તેમણે પોતાના મિત્રના ખાતામાંથી રૂપિયા જમા કરાવ્યા. ત્યારબાદ તેમને જુદા- જુદા સમયે જુદી-જુદી વ્યકિતએ સોશ્યલ મીડિયા ઉપર કોલ કરી વિદેશી કરન્સીનું પાર્સલ આવ્યાનું તો કયારેક ભારતમાં ટ્રસ્ટની હોસ્પિટલ ખોલવા માટે પૈસાની મદદ કરવાનું કહયું. બદલામાં તેમને જુદી-જુદી લાલચો આપી પાર્સલ છોડવવાનો, કુરીયર ચાર્જ, તો કયારેક કરન્સીને રૂપિયામાં બદલી આપવાનો ચાર્જ મળી કુલ રૂા.૧,૩ર,રપ,૦૦૦ વસુલ કરી લીધા. ચાર્જ પેટેના રૂપિયા કે પાર્સલ છોડાવવા માટેના ફોનમાં દર વખતે તેમને હું ફલાણા સરકારી વિભાગમાંથી બોલું છું એ પ્રકારે કોલ આવ્યા. અને પૈસા ખાનગી વ્યકિતના ખાતામાં જમા કરાવાયા. તો આરબીઆઈ, આઈએમએફ, એેફએસએ, આઈસીએ ના વિદેશી કરન્સી જમા કરાવવા બાબતના ડોકયુમેન્ટ પણ આવતા રહયા. અંતે તેમણે તા.૧ ઓકટો. ર૦ર૦ના રોજ મેંદરડા પોલીસમાં અરજી કરી. જેની એક નકલ તેમણે રેન્જ સાઈબર સેલને મોકલી આપી. જેના આધારે જૂનાગઢ પોલીસના પીઆઈ કે.કે.ઝાલા, આર.વી. વાજા અને કે.કે.હાંસલીયા, પીએસઆઈ એસ.જી.ચાવડા, પી.જે. રામાણી, એચ.એન.ચુડાસમા, પીએસઆઈ વી.એમ. જાેટાણીયા, એન.એ. જાેષી અને એ.બી. નંદાણીયા, હેડ કોન્સ્ટેબલ જે.પી.મેતા, રોહિતસિંહ વાળા, દિપકભાઈ લાડવા, વિકાસભાઈ ડોડીયા અને રવિભાઈ મકવાણા, કોન્સ્ટેબલ કિરણભાઈ કરમટા, મયુરભાઈ અગ્રાવત, હાર્દિક ગાજીપરા, રમેશભાઈ શીંગરખિયા, નરેશભાઈ ચુડાસમા, મુળુભાઈ ખટાણા, અરવીંદભાઈ સોલંકી, સુરેશભાઈ નકુમની ટીમ દિલ્હી પહોંચી હતી. અને ત્યાં ૩ દિવસ સુધી જે ફોન નંબર ઉપરથી કોલ આવતા હતા એ ટ્રેસ કર્યા. જેના આધારે આ છેતરપીંડી કરનારનું લોકેશન શોધી તેની રેકી શરૂ કરી હતી. અને બાદમાં તેને દિલ્હીના પાલમ રોડ દ્વારકા ખાતેથી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સનું નામ પ્રિન્સી ચુકુવ હેઝેકિયા ઉર્ફે જયોર્જ માર્ટીન ઉર્ફે ઈમાન્યુએલ ચુકુવ હેજેકિય (ઉ.વ.૩૮) હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી જૂનાગઢ લાવ્યા હતા. અને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ ઉપર લીધો હતો. પકડાયેલો શખ્સ નાઈજીરિયાનો વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ગુનામાં તેણે ૩૯ મોબાઈલ ફોન, પ૦ મોબાઈલ નંબર અને ૬૦ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews