જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠક અને ૯ તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપુર્ણ રીતે સંપન્ન : આવતીકાલે ફેંસલો

0

લોકશાહીનાં પર્વને ગઈકાલે મતદારોએ ઉત્સાહભેર વધાવ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકોની ચૂંટણી તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની ચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. કેશોદ નગરપાલીકાની ચુંટણી શાંત વાતાવરણમાં યોજાઈ હતી. જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર, જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર, ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યવાહીના તકેદારીનાં સંપુર્ણ પગલા ભરી અને ચૂંટણી શાંતિપુર્ણ રીતે યોજાય તે માટેના આયોજન સંપન્ન થયું હતું. એકંદરે ૬૦ ટકાથી ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થયું છે. ચૂંટણીઓ સંપન્ન થયા બાદ આવતીકાલે મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવનાર છે. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ આવેલા મતગણતરી સેન્ટર ખાતે આવતીકાલે સવારથી જ મતગણતરી કાર્ય શરૂ થવાનું છે. અને જેમ-જેમ પરિણામો બહાર આવશે તેમ લોકોની ઈન્તેજારીનો અંત આવશે. જૂનાગઢ જીલ્લામાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં પણ ગત ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સત્તા કબ્જે કરી હતી. પાંચ વર્ષનાં સમયગાળા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં જનતા જનાર્દનનો ફેંસલો કોના તરફ પડે છે તે તરફ ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષોની તેમજ લોકશાહીનાં મુખ્ય આધારસ્તંભ એવા મતદારોની મીટ મંડાયેલી છે. જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જીલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની રર૪ બેઠક માટે શાંતિપુર્ણ મતદાન નોંધાયું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારના ૭ વાગ્યાથી ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે લાંબી લાંબી લાઈનો જાેવા મળી હતી. જેમાં યુવાનો, મહિલાઓ, વૃધ્ધો મોટી સંખ્યામાં મતદાન કરતા નજરે ચડયા હતાં. જૂનાગઢ જીલ્લામાં ગત ચૂંટણીની માફક જ મતદાનનો ટ્રેન્ડ જાેવા મળ્યો હતો. ગત ચુંટણીમાં જીલ્લા પંચાયતમાં ૬પ.૩૮ ટકા અને ર૦ર૧માં પાંચ વાગ્યા સુધીમાં પ૯.પર ટકા મતદાન નોંધાયું હતું. તેવી રીતે તાલુકા પંચાયતમાં ગત ચુંટણીમાં ૬પ.પ૧ ટકા જયારે વર્ષ ર૦ર૧માં પ૯.ર૧ ટકા મતદાન નોંધાયું છે. છેલ્લી એક કલાકમાં પણ મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. કેશોદ, માંગરોળ, માણાવદર, માળિયા, વિસાવદર, વંથલી, મેંદરડા અને ભેંસાણ તાલુકાના ગામડાઓમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ખાસ વાત કરીએ ભેંસાણમાં ૯૦ વર્ષના એક વૃધ્ધા મતદાન કરવા આવી પહોંચતા તેને ફરજ ઉપરના પોલીસ સ્ટાફે મદદ કરતા નજરે ચડયા હતા. તો શાપુરમાં ૯૯ વર્ષના ગોમતીબેને વ્હીલચેરમાં આવીને મતદાનની ફરજ નિભાવી હતી. તો કેશોદમાં નિકાહ પઢતા પહેલા એક મુસ્લિમ યુવતીએ મતદાન કર્યુ હતું. અગતરાય, અજાબ, અમરાપુર, બાલાગામ, કણજા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તો ખેડુતોએ પહેલા મતદાનની ફરજ નિભાવી બાદમાં ખેતીકામે ગયા હતાં. વંથલી તાલુકાના સેંદરડા અને જૂનાગઢ તાલુકાના સોડવદર ગામે એકલ દોકલ બોગલ મતદાનની ફરીયાદો ઉઠી હતી. તો માણાવદરના વાડાસડા ગામે અને ભીંડોરા ગામે બોગસ મતદાનની ફરીયાદો ઉઠી હતી. જયારે કેશોદ નગરપાલીકામાં વોર્ડ નંબર ૬ માં ઈવીએમમાં કીપેડ ખરાબ હોવાને લઈને મત રજીસ્ટર થતો ન હોવાની ફરીયાદના પગલે કીપેડ બદલાવ્યું હતું. સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૯ તાલુકા પંચાયતમાં કુલ ૭૮૬૯૧૮ મતદારો પૈકી રપ૭૮૭૬ પુરૂષ અને ર૦૮૦૮૧ સ્ત્રી મતદારોએ પ૯.ર૧ ટકા મતદાન કર્યુ હતું, તો જીલ્લા પંચાયતમાં રપપ૧૯૪ પુરૂષ અને ર૦૬૦ર૬ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા પ૯.પર ટકા મતદાન કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!