જૂનાગઢ : ત્રણ અપમૃત્યુંના બનાવ

0

જૂનાગઢમાં ગોધાવાવની પાટી વાલ્મીકી વાસમાં રહેતી યુવતી મહિમાબેન રાજેશભાઈ વાળા (ઉ.વ.૧૮)એ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના પિતાના ઘરે પંખાની સાથે ઓઢણીથી ગળાફાંસો ખાઈ લેતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. જયારે જૂનાગઢનાં ગાંધીગ્રામ રાયકાનગરમાં રહેતા રણછોડભાઈ નારણભાઈ ખોલીયા (ઉ.વ.૭૦)એ સારણગાંઠનું ઓપરેશન કરાવેલ અને દુઃખાવો થતા આ બિમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજયું હતું. જયારે વિસાવદરનાં બરડીયા ગામે શ્રુતીબેન કિશોરભાઈ માલવીયા (ઉ.વ.૧૯, રહે.દાદરગીર) એ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજયું હતું.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews