મેંદરડા અને બિલખા પંથકમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો

0

મેંદરડાના સાસણ રોડ ગડકીયા જતા રસ્તા સામે પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂની બોટલ નંગ ૩૯, કાર, મોબાઈલ સહિત કુલ રૂા.૧૬,૮૦૦નો મુદામાલ ઝડપી લઈ જૂનાગઢનાં ભનજીભાઈ રાજાભાઈ રાવલીયા, મેંદરડાના મીઠાપુરનાં રવિ ઉર્ફે હરેશ પ્રવિણભાઈ સાવરીયા, મેંદરડાનાં ઈશુબભાઈ અલારખાભાઈ મોગલ, મીઠાપુરનાં રાજનભાઈ રમણીકમાઈ સાવરીયાની અટક કરી આ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે બિલખાનાં ઉમરાળા- વાજડી રોડ ઉપર પોલીસે વોચ ગોઠવીને વિદેશી દારૂની ૪૯ બોટલ સહિત કુલ રૂા.૧ર હજારનો મુદામાલ કબજે કર્યો હતો. જાેકે રેઈડ દરમ્યાન ઉમરાળાનો ચેતન દળુભાઈ વાળા, રાજેશ ઉર્ફે લાલો ભુપતભાઈ વાળા હાજર મળી આવ્યા ન હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews