જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર અગાઉના મનદુઃખમાં મારામારીની ઘટના બનવા પામી હતી અને આ બનાવમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. આ બનાવની બી-ડીવીઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં સરદારબાગ નવી કલેકટર ઓફિસ પાસે ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા ફારૂકભાઈ હશનભાઈ ઘોઘારી (ઉ.વ.પ૦)એ પોલીસમાં શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા અને શાહનવાઝ ઉર્ફે લાવારીશ હનીફભાઈ બેલીમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આ કામનાં આરોપીઓએ ફરીયાદી તથા ઈજા પામનાર સાથે અગાઉ થયેલ મનદુઃખનાં કારણે ગઈકાલે ઈજા પામનાર ઝાંઝરડા રોડ બાબા કોમ્પલેક્ષ પાસે પોતાની રસની લારી ઉપર એકલો હતો ત્યારે આરોપીઓએ એક સંપ કરી તિક્ષણ હથીયારથી હુમલો કરી છાતી, પેટ, માથા તથા બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મારી નાંખવાની કોશિષ કરી હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦૭ સહિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પીઆઈ આર.બી.સોલંકીએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews