માંગરોળમાં રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતિની ઉજવણી

0

માંગરોળનું ઐતિહાસિક ધર્મ સ્થાન એવા શ્રી માનદાસબાપુની મઢી શ્રી રામદેવજી મહારાજનાં મંદિર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ લલ્લાની ધૂનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ પદે નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનીષભાઈ ગોહેલ, ભાણજીભાઈ ગોહેલ, રાજુભાઈ જાેષી, ન.પા. સદસ્ય, મધુભાઈ કાથડ, મઢીના પૂજારી, હિન્દુ પરિષદના સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસ્વાણિયા, આરએસએસનાં જીતુભાઇ શાલસીયા, કેતનભાઈ નરશાણા, ધવલ ભાઈ જાેષી, બજરંગદળ પ્રમુખ અમિસભાઇ પરમાર, હિતેશ અગ્રાવત, જીતુભાઇ શાલસીયા, દિનેશભાઈ ગોહેલ, પ્રસન્નભાઈ, બચુબાપાએ પ્રસંગોચિત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું અને પૂજ્ય સંત શિરોમણી રોહિદાસજી મહારાજની મહિમા વર્ણવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું અને આ કાર્યક્રમમાં વણકર સમાજના તથા સર્વ સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ મહા અભિયાનમાં રૂપિયા ૫૧૦૦/-ની નીધી સમસ્ત વણકર સમાજનાં પ્રમુખ વિનુભાઇ તેમજ સમાજના આગેવાનો દ્વારા માંગરોળ શ્રીરામ જન્મ ભૂમિ સમિતિને અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews