ધોરાજીમાં વિશષ્ટ કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરાયું

0

ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિના બહેનોએ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ધોરાજીની વિશિષ્ટ કાર્યો કરતી મહિલાઓનું સન્માન કર્યું હતું. તેમના ઘરે અથવા તો કાર્યક્ષેત્રે જઈ તેમનું કુમકુમ તિલકથી અભિવાદન કર્યું, તાળીઓથી તેમને વધાવ્યા અને સંસ્થાના પ્રતિક રૂપે એક પુસ્તક ભેટ સ્વરૂપે આપ્યું હતું જેમાં ઇલાબેન ભટ્ટ કે જે છેલ્લા ૧૩ વર્ષથી બિલકુલ ફ્રીમાં પછાત વિસ્તારના બાળકોને ટ્યુશન કરાવે છે અને એમની સ્ટેશનરી પણ પણ પોતે સ્વખર્ચે જ આપે છે અને સાથે સાથે દરરોજ ન્હાવા, નખ કાપવા જેવા ચોખ્ખાઈના પાઠ પણ શીખવે છે. અલ્પાબેન લાડાણી કે જેઓ ધોરાજીમાં આઠ વર્ષથી ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે અને ભારતનું ભવિષ્ય એવા બાળકો કઈ રીતે તંદુરસ્ત અને બુદ્ધિમાન આ પૃથ્વી ઉપર અવતરે એનું ભવિષ્યની માતાઓને શિક્ષણ આપે છે. વંદિતાબેન દવે કે જેવો ધોરાજીમાં સાહિત્યક્ષેત્રે આગવું નામ ધરાવે છે તેમની ૭ બુક પ્રકાશિત થઈ ચૂકી છે અને ધોરાજીમાં સાત વર્ષથી ફિટનેસ સેન્ટર ચલાવે છે. નૈનાબેન કદાવલા જેઓ મહિલાઓ માટે અઘરી કહેવાય તેવી જાેબ એટલે પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે ધોરાજીમાં ફરજ બજાવે છે. મલ્લુબેન મકવાણા કે જે પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકેની ફરજ બજાવે છે. વિજયાબેન જે બ્રહ્માકુમારીનું સેન્ટર ચલાવે છે અને આ સેન્ટર દ્વારા ઘણા બધા બહેનોના જીવનમાં સારો ફેરફાર આવ્યો છે. મહિલા દિવસ નજીક હોય ભારત વિકાસ પરિષદના મહિલા કન્વીનર શ્રીમતી વર્ષાબેન કિરણભાઈ હરપાળ, મહિલા સહ કન્વીનર રેખાબેન વૈષ્ણવ, વનીતાબેન દવે અને અન્ય મહિલા સમિતિના સભ્યોએ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના મહિલા સંયોજક આ શ્રીમતી વિરલબેન પારેખના માર્ગદર્શન હેઠળ મહિલાઓનું બહુમાન તેમના ફરજ ઉપરના સ્થળે જઇ અને કરેલું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!