ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુનો આજે નિવાર્ણ દિવસ

0

હિંદના ‘બુલબુલ’, ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦ પંક્તિઓ કાવ્યરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ રચી નાખ્યું હતું. વિલાયતમાં વિવેચકોનું માર્ગદર્શન મળતા એ કાર્વ્યનિઝરમાંથી શુદ્ધ ભારતીયતાનો કલરવ સાંભળાવા લાગ્યો હતો. મહર્ષિ ગોખલે દ્વારા રાજકારણમાં પ્રવેશવાની એમને પ્રેરણા મળી હતી. દીર્ઘકાળ સુધી પોતાની શક્તિઓને રાષ્ટ્રો દ્વારના કામે લગાડી તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાડૂબ રહેતાં હતા. ગાંધીજીના એક અનન્યા શિષ્ય તરીકે તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલનું પદ મેળવનાર વ્યક્તિ એટલે સરોજિની નાયડુ. એક નામાંકિત કવિ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હોવાની સાથે સરોજિની તેમના સમયના એક મહાન વક્તા હતાં. ‘ભારતીય કોકિલા’ તરીકે તેઓ ખૂબ વિખ્યાત હતાં. દેશની પ્રત્યેક કટોકટી વખતે ગાંધીજીની સાથે મોરચા ઉપરની પહેલી હરોળમાં તે રહેતાં હતા. મીઠાનો દાંડી સત્યાગ્રહ ચલાવવા માટે જયારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ સત્યાગ્રહનું સંચાલન કરવાનો સઘળો ભાર સરોજિની ઉપર આવી પડ્યો હતો. એમના કાવ્યસંગ્રહોમાં બર્ડ ઓફટાઇમ, બ્રોકન વિંગ, પોએમ્સ ઓફ લાઇફ એન્ડડેથ વગેરે સમાવિષ્ટ થાય છે. એમના વ્યકિતત્વનો અજબ જાદુ પ્રત્યેક શ્રોતાજનને મુકધ બનાવી દેતો આઝાદી પછી યુકતપ્રાંતના ગવર્નર બન્યા હતા. એ સ્થાન ઉપર ફરજ બજાવતાં જ લખનૌમાં અવસાન પામ્યાં હતા. સ્વરમીઠાશને કારણે લોકો તેમને ‘હિંદનું બુલબુલ’ કહેતા હતા. ભારતીય સાહિત્યની સમૃદ્ધિ માટે શ્રીમતી નાયડુને કાયમ યાદ કરવામાં આવશે. સરોજિનીએ ભારતની સ્ત્રીઓને જાગૃત કરી અને તેમને રસોડામાંથી બહાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે મહિલાઓને અધિકાર અપાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેમણે સ્ત્રીઓમાં સ્વાભિમાનની ભાવના જગાડી હતી. નાગરિક અસહકાર ચળવળ દરમ્યાન સરોજિનીએ અગ્રણી ભૂમિકા ભજવી હતી અને ગાંધીજી તેમજ અન્ય નેતાઓ સાથે જેલ પણ ગયા હતા. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓ સામેલ હતાં અને ૨૧ મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો. દેશને આઝાદી મળ્યા બાદ સરોજિની નાયડુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યાં હતાં. તેઓ ૨ માર્ચ, ૧૯૪૯ના રોજ તેમની ઓફિસમાં મૃત્યુ પામ્યાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!