જામનગરના વરિષ્ઠ ૫ત્રકાર ગિરીશ ગણાત્રાના જુવાનજાેધ પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યું

0

જામનગરનાં વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઈ (ઉ.વ. ૩૦)નું ગઈકાલે રાત્રે બે મોટરસાઈકલ સામસામા અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજતાં ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
આ અકસ્માતની વિગતોમાં ગઈકાલે ગુંજનના બહેન વિભાબેન ભાયાણીની પુત્રી અર્થાત ગુંજનની ભાણેજનો જન્મ દિવસ હોવાથી ભાયાણી પરિવાર દ્વારા પારિવારિક રીતે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ ઉપર સાત કિ.મી. દૂર આવેલ હોટલ રજવાડુમાં બર્થ ડે પાર્ટી રાખવામાં આવી હતી. ગુંજન અને ભાયાણી પરિવાર રાત્રે ૧૧ વાગ્યા આસપાસ હોટલ રજવાડુથી જન્મ દિવસની પાર્ટીની ખુશાલી ઉજવી જામનગર ઘરે પરત આવવા નીકળ્યા હતાં.
ગુંજન એકલો તેના મોટરસાઈકલ ઉપર રજવાડુથી જામનગર પરત આવી રહ્યો હતો ત્યારે જામનગરથી બેડ ટોલ નાકા ઉપર નોકરી કરતા અને બેડ તરફ મોટરસાઈકલ ઉપર પૂરપાટ વેગે જતા યુવાનના મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાતા બંન્ને મોટરસાઈકલ ઉપરથી ફેંકાઈ ગયા હતાં જેમાં ગુંજનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું, જ્યારે સામેવાળા યુવાનને ઈજા થતાં તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગિરીશભાઈ ગણાત્રા તથા સુભાષભાઈ ભાયાણી ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારપછી ગુંજનના મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને પોસ્ટમોર્ટમની વિધિ પત્યા પછી ગિરીશભાઈના નિવાસસ્થાન ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમ યાત્રા નીકળી હતી.
ગિરીશભાઈના નવયુવાન દીકરાના અકાળે અવસાનના સમાચાર જાણી સમગ્ર રઘુવંશી સમાજમાં તેમજ પત્રકાર આલમમાં ઘેરા શોક અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ગુંજન ગણાત્રા ગાંધીનગર સ્થિત એક ખાનગી અમેરિકન કંપનીમાં સર્વિસ કરતો હતો અને શનિ-રવિની રજા હોવાથી તથા ભાણેજના જન્મ દિવસના કારણે જામનગર આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!