જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ માહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા કડક સુચના આપી હતી જેના ભાગરૂપે પોલીસ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. દરમ્યાન તા. ર૭-ર-ર૦ર૧ના રોજ ઈમરાનભાઈ ઈકબાલભાઈ બેલીમ (ઉ.વ. ૩પ, રહે. જૂનાગઢ, સુખનાથચોક, પીશોરીવાડા, શેરી નં. ૧ વાળા)ના ફળીયામાં રાખેલ ભારત ગેસના બે બાટલા કિંમત રૂા. પ,૦૦૦ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય તે અંગે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મોટરસાઈકલ ચોરી અને મોબાઈલ ચોરીમાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપી હતી. એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી.ચૌધરીએ આપેલ સુચના મુજબ પીએસઆઈ એ.કે. પરમાર, પીએએસઆઈ આર.જી. મહેતા અને સ્ટાફના બી.એલ બકોત્રા, એસ.બી. રાઠોડ, એમ.યુ. અબડા, વિક્રમભાઈ અમરાભાઈ વગેરે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઈ આર.જી. મહેતાને બાતમી મળી હતી કે, બાટલાની ચોરી સુમેર રફીકભાઈ સોરઠીયા મેમણ (રહે. જૂનાગઢ, સુનખાથચોક, પીશોરીવાડા, શાલીમાર એપાર્ટમેન્ટ વાળાએ)એ કરેલ છે અને તે ચોરીના બાટલા સાથે તેના મકાનની અગાસી ઉપર હેરાફેરી કરશે. તે બાતમીના આધારે સુમેર રફીકભાઈ સોરઠીસયા મેમણને ઉપરોકત ચોરીના બાટલા કિંમત રૂા. પ,૦૦૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews