દેશી દારૂની ભઠ્ઠી ઉપર જૂનાગઢ પોલીસનો દરોડો

0

જૂનાગઢ શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર હવે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જૂનાગઢ શહેરના કાળવાના કાંઠે આવેલ ખાડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપનસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ચોધરી, પીએસઆઈ એ. કે. પરમાર, એએસ આઈ એમ. ડી. માડમ, વનરાજસિંહ, અનકભાઈ, મોસીનભાઈ, સુભાષભાઈ, દિનેશભાઈ સહિતના સ્ટાફે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો ૩૩૦૦ લીટર, દેશી દારૂ ૬૦ લીટર,૮ પ્લાસ્ટિકના કેરબા, ૪ લોખંડના બોઇલર તથા ૧૬ પ્લાસ્ટિકના બેરેલો, ૪ એલ્યુમિનિયમના તગારા,૨ ગેસના બાટલા મળી કુલ ૧૭૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
આ દરોડા દરમ્યાન રાજુભાઈ ખીમજીભાઈ સોલંકી હાજર નહીં મળતાં તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews