જૂનાગઢનાં દાણાપીઠનાં વેપારીઓએ મજૂરોની દાદાગીરીથી કંટાળી ગઈકાલથી દાણાપીઠ સજ્જડ બંધનો એસોસીએશને નિર્ણય કર્યો છે. જયાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી દાણાપીઠ સજ્જડ બંધ રહેશે. શહેરની મધ્યમાં દાણાપીઠમાં ચોક્કસ કોમનાં લોકો મજૂરી કામ કરે છે, તેઓ દ્વારા મજૂરી દર વધારવા માટે વેપારીઓને પરેશાન કરવાનું શરૂ કર્યા બાદ છેલ્લા ચારેક દિવસથી મજૂરો દ્વારા હડતાળ ચાલું કરાઈ છે. તેમ છતાં વેપારીઓએ પોતાનાં કામ ધંધા ચાલું રાખતા મજૂરો દ્વારા દાણાપીઠમાં માલની આવકને અટકાવી દઈ, વેપારીઓ સામે ગેરવર્તન શરૂ કર્યું હતું. આ અંગે વેપારીઓએ તે સમાજનાં આગેવાનોને મધ્યસ્થી કરવા જણાવતા થોડા દિવસ ગાડું દોડયું હતું. ત્યાં ફરી મજૂરો તથા તેમનાં મળતીયાઓ વેપારીઓ ઉપર દાદાગીરી કરવા ઉતર્યા હતા. શનિવારે એક વેપારીની દુકાનમાં પાંચેક લોકોએ ઘુસી ધાક-ધમકી અને હુમલાનો પ્રયાસ કર્યો હતો પણ એકલ-દોકલ આ લોકો સામે ફરિયાદ કરવાનું ટાળતા મજૂરોની દાદાગીરી વધવા લાગી હતી. ગઈકાલે મેઈન મરચન્ટ એસો.ની બેઠક યોજાઈ હતી. તેમાં મજૂરો અને આવારા તત્વો સામે પડવાને બદલે સમાધાન ન થાય ત્યાં સુધી દાણાપીઠ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. તે પ્રમાણે ગઈકાલે સવારથી દાણાપીઠમાં સજ્જડ બંધનો પ્રારંભ થતાં નાના વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews