માણાવદર મત વિસ્તાર એટલે ભાજપ સરકારનાં કેબીનેટ મીનીસ્ટર જવાહરભાઈ ચાવડાનું હોમગ્રાઉન્ડ તથા રાજકીય ગઢ અને રાજકીય રીતે મહત્વનાં ગણાતા આ વિસ્તારમાં જીલ્લા પંચાયતની ૩ બેઠકો તથા તાલુકા પંચાયતની ૧પ બેઠકો છે જેમાં તાલુકા પંચાયતની ચુંટણીમાં ઘણી જ ઉથલપાથલ થઈ છે. જેમાં કોયલાણા સીટ નં. ૧૪ જી.પં.ની બેઠક ભાજપને તો જી.પં. મટીયાણા સીટ નં. ર૦ કોંગ્રેસે છીનવી લીધી છે. તો તા.પં.માં ૧પ સીટમાંથી હાલ પ સીટો કોંગ્રેસને ફાળે, ૩ સીટ ભાજપ અને ૧ સીટ નાનડીયાની અપક્ષ ઉમેદવારે છીનવી છે. હજી પરીણામો આવવાનાં ચાલુ છે. માણાવદર મત વિસ્તારમાં લોકોમાં ચર્ચા છે કે ભાજપનું જાેર નબળું થયું થયું છે.
મુળમાં તો ગત ચુંટણીમાં કોંગ્રેસની ૧પ સીટો હતી. સંપૂર્ણ બહુમતી હતી તેમાં ધરખમ નુકશાની કોંગ્રેસને પણ થશે તે હાલની સ્થિતિથી દર્શાય છે. ભાજપ માણાવદર તાલુકા પંચાયતમાં બેસે તો જ મજબુતી ભાજપની ગણાશે. બીજી બાજુ સમગ્ર ગુજરાત લેવલે ભાજપનો વાવટો ફરકાયો
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews