જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ચુંટણીલક્ષી વ્યુહબાજી સફળ : ભાજપનો જયજયકાર

0

ગઈકાલે જૂનાગઢ સહિત રાજયભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો જાહેર થવાનાં હતાં અને ધાર્યા મુજબનાં જ પરિણામો આવતાં ભાજપની છાવણીમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અને જૂનાગઢ જીલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહયો છે. દરમ્યાન જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આ જીતને પાર્ટીનાં નાના-નાના કાર્યકરને અર્પણ કર્યો છે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખનાં માર્ગદર્શન હેઠળ આ ભવ્ય જીત બાદ આગામી ર૦ર૧ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ બેઠકો ભાજપને મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક પૈકી ચૂંટણી પહેલા જ બિલખા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા બાદ બાકીની ર૯ બેઠક માટે મતદાન થયું હતું. જેમાં ભાજપના ર૯, કોંગ્રેસના ર૮, બસપાના ૬, એનસીપીના ૪, આપના ૧પ, અને ૧પ અપક્ષો મળીને ૯ર ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમના માટે નોંધાયેલા કુલ મતદારોએ ૬ર.૬૭ ટકા મતદાન કર્યુ હતું. જે મતદાનની ગઈકાલે ગણતરી કરવામાં આવતા પરિણામના અંતે કોંગ્રેસના શાસનવાળી જીલ્લા પંચાયત ઉપર ભાજપે કબજાે કરી લીધો છે. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના ચુંટણલક્ષી દાવપેચમાં કોંગ્રેસ ફસાઈ જતા ઉમેદવારોની પસંદગીથી લઈને મતદન સુધીની સફરમાં કોંગ્રેસનો રકાસ થયો હતો. કોંગ્રેસના ગઢ સમાન ગણાતી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાના મત વિસ્તાર ભેંસાણ, વિસાવદર પંથકમાં કોંગ્રેસની સીટો ભાજપે કબજે કરી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના મત વિસ્તારમાં પણ ગાબડા પડયા છે. કોંગ્રેસના ગઢ જેવી વંથલી, મેંદરડા, ભેંસાણની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. જૂનાગઢ તાલુકામાં ભાજપને ૩, એક અપક્ષ, કેશોદ તાલુકામાં ભાજપ, કોંગ્રેસને બે-બે, માંગરોળ તાલુકામાં ભાજપને બે, કોંગ્રેસ-અપક્ષને એક-એક બેઠક, જયારે માણાવદર તાલુકામાં ભાજપને બે, કોંગ્રેસને એક, માળિયા તાલુકામાં ભાજપને ચાર અને કોંગ્રેસને એક બેઠક, જયારે ભેંસાણની બે, વંથલીની ૩, મેંદરડાની બે તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. તો વિસાવદરમાં ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનાં વડપણ હેઠળ જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડાઈ અને તેમાં ભાજપને ભવ્ય જીત મળી છે. આ ચૂંટણી પહેલા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં પણ કિરીટભાઈ પટેલ અને તેમની ટીમ વિજેતા બની અને માર્કેટીંગ યાર્ડનું શાસન પ્રાપ્ત કરેલ છે. આમ જૂનાગઢ જીલ્લાનાં રાજકીય ક્ષેત્રમાં તેમજ સહકારી ક્ષેત્રમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેમની ટીમ દ્વારા નાનામાં નાના કાર્યકરના સહયોગ અને પ્રજાનાં વિશ્વાસ સાથે સફળતાના એક પછી એક મુકામ સર કરવામાં આવી રહયા છે.
જૂનાગઢનાં ધારાસભ્યના પુત્રવધુની હાર થઈ
જૂનાગઢ જીલ્લા પંચાયતની સાસણ બેઠક ઉપર જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના પુત્ર મનોજ જાેષીના પત્ની આશાબેન જાેષીની હાર થયેલ છે. તો મજેવડી બેઠક ઉપર ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસનું ફોર્મ રદ થયેલ તે કાંતિભાઈ ગજેરાની અપક્ષ તરીકે જીત થયેલ છે.
કોંગ્રેસ પ્રમુખ સામે ભાજપ પ્રમુખની હાર થઈ
જૂનાગઢ જીલ્લા પંચાયતની માણાવદર તાલુકાની મટીયાણા બેઠક ઉપર માણાવદર તાલુકાના ભાજપ પ્રમુખ હરસુખ ગરાળ સામે કોંગ્રેસના તાલુકા પ્રમુખ અરવીંદ લાડાણી વચ્ચે ચુંટણી જંગ હતો જેમાં કોંગ્રેસના અરવીંદ લાડાણીનો વિજય થયો હતો. જયારે ભાજપના તાલુકા પ્રમુખની હાર થયેલ હતી.
માજી ધારાસભ્ય અને માજી પ્રમુખના પત્નીની હાર થઈ
જૂનાગઢ જીલ્લા પંચાયતની શીલ બેઠક ઉપર માજી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાના પત્ની પ્રભાબેન કરગટીયા અને માંગરોળ બેઠક ઉપર જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ સેજાભાઈ કરમટાના પત્ની પુરીબેન કરમટાની હાર થયેલ છે. બને ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!