માણાવદર : જવલનશીલ પદાર્થની હેરાફેરી અંગે ગુનો દાખલ

0

માણાવદર પોલીસ સ્ટેશનના પી.વી. ધોકળીયા અને સ્ટાફે લક્ષ્મીનગર જતા રોડ ઉપરથી એક મેટાડોર ટાટા ૭૦૯ નં.જીજે-૦૬-વીવી- ૮૩૮રમાં જવલનશીલ પદાર્થ એલડીઓનો જથ્થો કે જે અતિ જાેખમકારક હોવાનું જાણવા છતા કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બેદરકારીભર્યુ આચરણ કરી એફએસએસએલનાં આવેલ અભિપ્રાયમાં કેરોસીનની ભેળસેળ આવેલ હોય જે જવલનશીલ પદાર્થનું ગેરકાયદેસર વેંચાણ કરવા માટે ૩ હજાર લીટર એલડીઓ રૂા.૧,૦૭,૯૭૦નું ભરી અને હેરાફેરી કરવા અંગે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં શબીરખા ફતેખા બ્લોચ, સચીનભાઈ હરેશભાઈ ગોંધીયા સામે કલમ ર૮પ, ૧૧૪, આવશ્યક ચીજવસ્તુઓ, અધિનિયમની કલમ ૩, ૭, ૧૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ માણાવદર પીએસઆઈ ધોકળીયા કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!