માંગરોળ : મકતુપુર ગામે બાજ પક્ષીને બચાવાયું

0

માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમાં ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતુ. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરાતાં સંસ્થાના નરેશબાપુ ગોસ્વામી, પ્રવિણભાઇ પરમાર, જયેન્દ્રભાઇ કરગટીયા દ્વારા રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી બાજ પક્ષીને મુકત કરાયું હતું. જાળની બાજુમાં ઝેરી મધપુડો હોવાનાં કારણે કાર્યકરોને રેસ્ક્યુમાં અવરોધ થયો હતો પરંતુ આખરે બાજ પક્ષીને બચાવી લેવાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews