રાજ્યના ૧૮ જિલ્લામાં બે વર્ષમાં સરકારે રમતનાં મેદાનો માટે ફદિયુંય ફાળવ્યું નથી

0

ગુજરાત રાજ્યની ભાજપ સરકાર એક તરફ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે ખેલકુદ રમતો ક્ષેત્રે વિવિધ યોજના-પગલાં લેવાની મસમોટી વાતો-જાહેરાતો કરતી રહે છે તો તેની સામેની બાજુની ખરી હકીકત બિલકુલ વિપરીત જ છે. રાજ્યની શાળાઓમાં જ્યાંથી રમતવીરો પેદા થાય છે. ત્યાં રમતના મેદાનો ન હોવાથી વારે ઘડિયે ઊઠતી ફરિયાદો વચ્ચે રાજ્યના ૧૮ જિલ્લા એવા છે કે, જ્યાં ગત ૨૦૧૯ અને ૨૦૨૦ના બે વર્ષોમાં રમત-ગમતના મેદાનો માટે ફદિયુંય ફાળવ્યું નથી. જેમાં રાજ્યના ૧૮ જિલ્લા કચ્છ, મહીસાગર, પાટણ, પંચમહાલ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, સુરત, અમરેલી, સોમનાથ, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!