પ.બંગાળમા ધાર્મિક ધ્રુવીકરણને આધારે ટીએમસીને સત્તાથી દુર કરવાની ભાજપની રણનીતિ

0

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે પોતાના ભાષણમાં કોમવાદી ઉચ્ચારણો જેમ કે, ગાયની તસ્કરી અને લવ જેહાદ જેવા યુપી સરકારના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું અને મમતા બેનરજીની સરકારની ટીકા કરી હતી. તેમણે સભા માટે પશ્ચિમ બંગાળમાં ત્રણ મુસ્લિમ બહુમતીવાળા જિલ્લાઓની મધ્યેની જગ્યા પસંદ કરી. માલદામાં ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ૫૧ ટકા મુસ્લિમો રહે છે. તેની સરખામણીએ અહીં ૪૮ ટકા હિંદુઓ છે. માલદા બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. તાજેતરના વર્ષોમાં અહીં ઘણા કોમવાદી રમખાણો થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews