ગુજરાતમાં ખેડુતો દ્વારા થયેલ ટ્રેક્ટર સહાયની ૨૭,૬૨૪ અરજી પડતર !

0

ગુજરાત રાજ્યની ભાજપ સરકાર એક તરફ ખેડૂતોની હામી હોવાની મોટી વાતો કરી વિવિધ પ્રોત્સાહનો- લાભો ખેડૂતોને આપવાની જાહેરાતો કરતી રહે છે તો બીજી તરફ રાજ્યમાં ખેડૂતોના કામો અટવાઈ જવાના અને વિવિધ કામો અંગે તેમને ધરમ-ધક્કા ખાવા પડતા હોવાની વિગતો બહાર આવતી રહે છે. રાજ્ય સરકારના જ દફતરેથી તેમની કામગીરીની પોલ ખોલતી હકીકતો બહાર આવી છે. રાજ્યમાં બેવર્ષમાં ખેડૂતોએ ટ્રેક્ટર સહાય મેળવવા કરેલી અરજીઓ પૈકી સરકારે માત્ર ૪૦ ટકા જ મંજૂર કરી અને ૪૦ ટકા નામંજૂર કરી દીધી હતી. તો ૨૭૬૨૪ અરજી હજુ નિર્ણય વિના પડતર છે.
ટ્રેક્ટર સહાયની અરજીઓ ટોપ-પ
ક્રમ જિલ્લો અરજી મંજૂર નામંજૂર પડતર
૧.બનાસકાંઠા ૧૬૧૩૨ ૬૩૧૬ ૫૬૨૨ ૪૧૯૪
૨.સાબરકાંઠા ૮૮૩૨ ૨૪૫૧ ૩૪૯૫ ૨૮૮૬
૩.રાજકોટ ૮૩૦૭ ૩૭૮૭ ૨૮૫૭ ૧૬૬૯
૪.જૂનાગઢ ૭૪૩૩ ૨૯૩૫ ૧૯૨૨ ૨૫૭૬
૫.સુરેન્દ્રનગર ૬૨૫૦ ૩૦૩૧ ૨૯૬૬ ૨૫૩

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!