જૂનાગઢ ખાતે પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે કોરોનાના સંક્રમણકાળને લઈને મુલત્વી રાખવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અને સરકારનાં આ નિર્ણય અને સરકારશ્રીની સુચના મુજબ આ વર્ષે ફકતને ફકત ધાર્મિક પરંપરાને જીવંત રાખવાનાં ભાગરૂપે સંતો દ્વારા પૂજન-વિધી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે સતાવાર રીતે જાહેરાત થઈ છે. તો બીજી તરફ શિવરાત્રીનો મેળો ચાલુજ રહેવો જાેઈએ અને આ મેળાની મંજુરી આપવાની માંગણી સાથે રમતા સાધુ મેદાને આવ્યા છે અને સરકારશ્રીનાં આ નિર્ણય સામે જરૂર પડયે આંદોલન કરવાની તૈયારી પણ કરી છે અને જેના ભાગરૂપે લાલસ્વામીની જગ્યા ખાતે સનાતન સેવકગણ દ્વારા એક મિટીંગ પણ બોલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
ગઈકાલે રમતા સાધુ દ્વારા પોતાની લાગણી વ્યકત કરી અને શિવરાત્રી મેળો યોજવાની બુલંદ માંગણી કરી છે. રમતા સાધુ પંચ સમુદાયમાંથી એક સંતે જણાવ્યું હતું કે હમ સરકારસે એ કહેના ચાહેંગે ગિરનાર ક્ષેત્રમે શિવરાત્રી મેળો ચાલુ રહેના ચાહીયે જાે એ મેલા નહીં હોગા તો હમ આંદોલન કરેંગે, સરકાર ઓર પ્રશાસન તંત્રસે હમ બાત કરના ચાહતે હે તેવી લાગણી વ્યકત કરી હતી. જયારે અન્ય એક સંતે તિવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી, સરકાર, આમજનતા અને સબ હમારે હે કિન્તુ હમારી પણ ઈચ્છા હે પરંપરા કે અનુસાર જૂનાગઢ ભવનાથમે શિવરાત્રી મેળો હોનાહી ચાહીએ કોરોનાની કુટનિતી કે પહેલે પરિક્રમાકો ખીલવાડ કીયા અબ શિવરાત્રી મેળા મેભી એસી ચાલ ચલ રહે હૈ. હમારી માંગે હે કે શિવરાત્રી મેળો હોનાહી ચાહીએ. હમારે પાસ એક લાખસે જયાદા રમતા સાધુ હૈ સબકી માંગ હે કી શિવરાત્રી મેળો હોનાહી ચાહીએ જાે કોઈ રોકે ગે તો હમ આંદોલન કરેંગે. પ્રશાસન તંત્રકો ભી અંદર આને નહીં દેંગે હમ ગેટ બંદ કરદેંગે એસા રણટંકાર કીયા હૈ….. અન્ય એક સાધુ મહાત્માએ જણાવ્યું હતું કે હમ પ્રશાસન તંત્ર ઓર સરકારને યે કહેને આયે હે કે હમ સાધુ પૈસે કમાને કે લીયે શિવરાત્રી મેલે મેં નહીં આતે હમ તો સિર્ફ ભજન કરને કે લીયે આતે હે ચાહે હમ કો સુવિધા મીલે ન મીલે હમ ધુપ મેં ભી ભજન કરેગે એસા નિર્ધાર વ્યકત કીયાથા.
રમતા સાધુનાં પંચના એક વરિષ્ઠ સંતે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનાં બંધારણમાં દરેક ધર્મને આવકાર આપેલ છે. દરેક ધર્મનાં લોકો પોત પોતાનો ધર્મ શાંતિથી અદા કરી રહયા છે. કોરોના સંક્રમણનાં કાળમાં ફકત ને ફકત ભવનાથ ક્ષેત્ર દિખાઈ દેતા હે હમને સાધુઓને કયાં બીગાડા હે કે શિવરાત્રી મેળો હોને નહીં દેતા ભવનાથમે શિવરાત્રી મેળો હોનાહી ચાહીએ. પાઠ પુજા કરને કા હમ કો અધિકાર હે ઓર હમ પુજા કરકે રહેંગે હમ કો કોન રોકેગાં અગર ગર્વમેન્ટ જાે રોકેગી તો હમ તલવાર નિકાલેંગે હમ નાગે હે એસા યે સંતને કહા હે. ગઈકાલે રમતા સાધુ દ્વારા શિવરાત્રી મેળો યોજવામાં આવે તેવી લગણી વ્યકત કરવામાં આવી હતી. અને આવતીકાલે એક મિટીંગ પણ યોજવામાં આવી રહી છે.
જયારે બીજી તરફ શિવરાત્રી મેળો શરૂ થવાને આડે ગણત્રીના કલાકો જ બાકી રહયા છીએ. તો સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે શિવરાત્રી મેળો યોજાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહયું છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા મેળા ઉપર પ્રતિબંધ લદાયો છે. પરંતુ સાધુને ધાર્મિક વિધી, રવાડી કાઢવાની છુટ આપવામાં આવેલી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews