સ્વ. મોહનભાઈ પટેલની જીવન-ઝરમર

0

• મોહનભાઇ પટેલ – એક સેવાકિય ભેખધારી.
• જન્મ તારીખ ૨૦-૧૨-૧૯૩૧ના રોજ કોલકી (ઉપલેટા તાલુકાના ) ખાતે જન્મેલા આજે ૫-૩-૨૧ ના રોજ વિદાય લીધી.
• ૭૦ વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થઇ ખુબ મોટી સુવાસ સાથે કાર્યો કરેલ -અભ્યાસ ઃ લોકભારતી સણોસરા ખાતે ગ્રજ્યુએશન.
• ૫૦ વર્ષથી પટેલ કેળવણી મંડળના પ્રમુખ -ટ્રસ્ટી તરીકે સેવાયજ્ઞ.
• ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ અને જૂનાગઢ ખાદી ગ્રામાદ્યોગને પ્રમુખ તરીકે વિકસિત કરી.
• વોકહાર્ટ, ગોંધીયા હોસ્પિટલનાં ટ્રસ્ટી, ઉદ્યોગભારતીનાં ટ્રસ્ટી.
• ગુજરાત ખાદી-રચનાત્મક ક્ષેત્રના પ્રણેતા, રતુભાઇ અદાણી, જયાબેન શાહ, વજુભાઇ શાહ, દેવેન્દ્રભાઈ દેસાઈ, રતિભાઈ ગોંધીયા, મહંત વિજયદાસજી સાથે આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ.
• સાંસદ ૫ વર્ષ ઇન્દિરા ગાંધી સાથે, ૫ વર્ષ રાજીવ ગાંધી સાથે.
• સિંચાઈ મંત્રી ગુજરાત સરકારમાં.
• પોતાની કારકિર્દીની શરૂઆત કેવદ્રા તથા દેલવાડા સઘન ક્ષેત્ર તથા શાપુર સર્વોદય આશ્રમથી કરેલ
• જૂનાગઢના પ્રથમ હરોળના બીલ્ડર તરીકેની સ્વચ્છ છાપ.
• દીકરીઓને આગળ લાવવામાં સતત પ્રયત્નશીલ.
• તેઓએ શરૂ કરેલ દીકરીઓ માટે ફિક્સ ડિપોઝીટની બેટી પઢાઓ યોજનાઓથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રભાવિત થઇ ગુજરાત અને પછી ભારતભરમાં આ – બેટી બચાઓ – બેટી પઢાઓની શરૂઆત કરાવી હતી.
• જુના રીતિ રિવાજાે અને કુરીવાજાેને જાકારો આપવામાં મોટું યોગદાન.
• પોતાના લગ્ન ખુલ્લા મોઢે કરવાનો ચિલો ગોમટા મુકામે કરેલા હતા.
• જાનને બાલુબાપા ગોંડલના આગેવાની નીચે આખું ગામ સાવરણાથી સાફ કરાવેલ અને રામ મંદિરે રેંટિયો કાંતણ દરેક પાસે કરાવેલ હતું.
• પોતાની પાછળ પત્ની કાન્તાબેન, પુત્ર કલ્પેશભાઈ, પુત્રવધુ આરતીબેન, પૌત્ર કુશ, પુત્રી ભાવનાબેન, શોભનાબેન, અંજનાબેનને છોડી ગયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!