ખડીયા ગામ પાસે ડમ્પર પલટી જતાં ચાલકનું મોત

0

જૂનાગઢ તાલુકાના ખડીયા ગામ પાસે ડમ્પર પલટી જતાં ચાલકનું મોત નિપજયું હતું. આ બનાવની તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક ડમ્પર નં.જીજે-૧૧-યુ-૮૯૩૦ના ચાલક વકમાતભાઈ દેવાણંદભાઈ ભાદરકા (રહે.ખડીયા) ગત તા.પનાં રોજ વહેલી સવારનાં સવા પાંચ વાગ્યે સીલીકોટ ભરી જૂનાગઢથી બીલખા તરફ જઈ રહેલ ત્યારે ખડીયા ગામનાં નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ગેટ સામે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાના હવાલાનો ટ્રક ડમ્પર ચલાવી ડમ્પરને પલટી ખવડાવી દેતા વકમાતભાઈને ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજયું હતું. આ બનાવમાં વિજયભાઈ વિરમભાઈ ધુલ (સુપરવાઈઝર, ખડીયા)એ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews