Wednesday, December 1

મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ વિશ્વ વ્યાપી અમેરિકા ગુગલમાં ડંકો વગાડયો

0

આઠમી માર્ચ એટલે સમગ્ર વિશ્વ મહિલા દિન જેઓએ ભણતર આવડત આત્મવિશ્વાસ અને હમ હોંગે કામયાબ સુત્રને પોતાના અખુટ પરિશ્રમથી સાર્થક કર્યુ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડેપ્યુટી કલેકટર સરયુબા ઝણકાટે સીધ્ધી પ્રાપ્ત કરી છે. જૂનાગઢ જીલ્લાના ચોરવાડ ગામે પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક શિક્ષણ સુધી શાળામાં હંમેશા અવ્વલ નંબરે પાસ થતાં, બાસ્કેટ બોલના તેઓ રાષ્ટ્રીય ખેલાડી છે તેમજ કરાટેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. અને ચેસની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળહળતો દેખાવ કરેલ છે. સરયુબાના પિતાશ્રી હરિસિંહ ઝણકાટ પોલીસ ફોજદાર હતા. જેથી તેમને મળતી સલામીઓ અને અરજદારોની ફરીયાદ નિવારવા જાેમજુસ્સા બાળપણથી જાેયા હતા. ત્યારથી જ આંખમાં સ્વપ્નનું આંજયું હતુ કે જીવનમાં માત્ર સામાન્ય મહિલા જ નહીં પરંતુ કંઇક બનવુ જ જાેઇએ. તેવી જીદ સાથેનો કઠોર પરિશ્રમ સાથે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ પાસ કર્યુ. યુપીએસસી અભ્યાસ કર્યો અને અમેરિકામાં અઢી વર્ષ ગુગલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરી ભારતનો ડંકો વગાડયો હતો. તેઓ વર્ષો ૨૦૧૧-૧૮માં જમ્મુ કાશ્મીરમાં ૭ વર્ષથી પણ વધુ કાશ્મીરી યુવતિઓને વિના મુલ્યે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી કોમ્પ્યુટર શીખાવાડ્યું હતું. પતિ મિલિટરી અધિકારી હોવાથી મિલિટરી વસાહતમાં સ્ટાફ બાળકોને ગણિત, સાયન્સ વિષયો શીખવ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરમાં ભારે પ્રચંડ પુર હોનારત વખતે રેસ્ક્યુ ઝુંબેશમાં જાેડાયા હતા.
સરયુબાના પતિને યુનોએ કોંગોમાં ખાસ ફરજ ઉપર મૂકેલ તેવામાં રેડીયો ઉપર સમાચાર આવ્યા કે કોંગોમાં ભારતીય લશ્કરના બે અધિકારીઓ ગુમ થયા છે તેઓ આ સાંભળી ચિંતાતુર બન્યા જાે કે, છ કલાક બાદ ખબર પણ આવ્યા કે તેઓ સલામત છે. બસ આજ મારી જિંદગીનો ટર્નીગ પોઈન્ટ તેમ કહેતા સરયુબાએ વધુમાં જણાવેલ કે, મારે કંઈક કરવું જ જાેઈએ બેટર લાઈફ માટે કોઈ પ્રવૃત્તિમાં જાેડાઈ જવા સંકલ્પ કર્યો અને ૨૦૧૮માં રાજકોટ ગ્રામ્યમાં પ્રોબેશ્નલ ડે. કલેકટર તરીકે નિમણુંક થઈ જ્યાં રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યામોહનના માર્ગદર્શન નીચે કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ ચાલુ કરાવી તો રાજકોટમાં ભારે વરસાદ વખતે મધરાતે વરસાદના પુરમાં ગુમ થયેલા નાગરિકને શોધવા કાદવ કીચડ ખૂંદીને વ્યાપક તલાશી કરી અને તે વખતે પોલીસ મહેસૂલ સહિતનો તમામ સ્ટાફ મહિલાઓ જ હતી તેઓ કહે છે દીકરા કે દીકરી માં કોઈ જ ફરક નથી. હાલ પણ દર વર્ષે હું બે દીકરીઓને અભ્યાસ માટે મદદ કરી મારી જાતને ધન્ય સમજુ છું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!