કેશોદ શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

0

કેશોદના આહિર સમાજમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૩૦થી વધુ તજજ્ઞો દ્વારા તપાસીને જરૂરતમંદ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી સર્વ રોગ નિદાન કેમ્પમાં બે હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના એમ.વી. બોદર આહિર સમાજ, ગાયના ગોદરા પાસે, પ્રભાતનગર કેશોદ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ અને કેશોદનાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાં વિનામૂલ્યે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં આંતરડા, લીવર, ચામડીના રોગ, આંખની બિમારી, બાળરોગ, સ્ત્રી રોગ, હાથ પગ સાંધાનાં રોગ સહિતના તમામ પ્રકારના રોગોને તપાસ તથા દવાઓ આપવામાં આવી હતી. ડાયાબીટીસ ચેકઅપ અને હિપેટાઇટિસ બીનું ચેકઅપ કરી આપવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!