નીતા મુકેશ અંબાણીએ ‘Her Circle’ – મહિલાસશક્તિકરણ, સર્વગ્રાહી સામગ્રી, સોશ્યલ મીડિયા અને લક્ષ્ય પૂર્તિ કરતું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

0

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, શ્રીમતી નીતા મુકેશ અંબાણીએ ડિજિટલ મીડિયાની તાકાત સાથે મહિલાઓની તાકાતનો સમન્વય કરતી એક અનોખી પહેલ ‘Her Circle’ની શરૂઆત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે. આ પહેલું ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ મહિલાઓના સશક્તિકરણને વધુ વેગવાન બનાવવાનો છે અને મહિલાઓને આનંદપ્રદ, આદાનપ્રદાન, જાેડાણ અને પરસ્પરના સહયોગ માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડીને તેમની વચ્ચે વૈશ્વિક ભગિનીભાવને બળવત્તર બનાવવાનો છે. ‘Her Circle’ની પરિકલ્પના મહિલાઓને સામુહિક રીતે ડિજિટલ બનાવવાનો છે તેની શરૂઆત ભારતીય મહિલાઓથી કરવામાં આવી છે પરંતુ તે સમગ્ર વિશ્વની મહિલાઓ ભાગ લઈ શકે તે રીતે મુક્ત રહેશે. આ એક સર્વવ્યાપી સામગ્રી, સોશ્યલ મીડિયા, લક્ષ્ય-પૂર્તિ કરતી કોમ્યુનિટી છે, જે તમામ સામાજિક પૃષ્ઠભૂમિની મહિલાઓની ઝડપથી વધતી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ, સપનાંઓ અને કાર્યદક્ષતાઓની પૂર્તિ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews