જૂનાગઢમાં સગીરવયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં બનેલા એક બનાવમાં સગીરવયની બાળાનું અપહરણ કરી અને તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની બાળાને હનીફભાઈ હાજીભાઈ સુમરા નામનો શખ્સ અપહરણ કરી મોટરસાઈકલમાં બેસાડી જઈ લગ્ન કરવાની લાલચ આપી અને સગીરવયની આ બાળા ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (આઈ), પોકસો એકટ કલમ ૪, ૮ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી. સોલંકી ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews