જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં દર વર્ષે યોજાતા શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરાય છે. કોરોનાનાં સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માર્ગદર્શીકા અનુસાર આ મેળો યોજવા નિર્ણય થયો હોવાની જાહેરાત અત્યારે આ લખાય છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મળેલી વરિષ્ઠ સંતોની બેઠકમાં કરવામાં આવી છે. અને આવતીકાલે સવારે ભવનથ મહાદેવ મંદિરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવેલ છે.
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં આવતીકાલ તા.૭ માર્ચથી ૧૧ માર્ચ દરમ્યાન શિવરાત્રી મેળો યોજવામાં આવનાર છે. આ મેળો વર્તમાન સમય એટલે કોરોના કાળમાં કંઈ રીતે યોજવો તે અંગે ભારે અવઢવ પ્રર્વતી રહી હતી. એટલું જ નહીં આ વર્ષે શિવરાત્રીમો મેળો મુલત્વી રાખવા માટે સરકારશ્રીના સૂચન મુજબ જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર એક અઠવાડીયું અગાઉ જીલ્લા વહીવટીતંત્ર, સંતો, સામાજીક સંસ્થા, ઉતારા મંડળ વગેરે સાથેની બેઠકમાં નિર્ણય લીધો હતો અને જે અંગેની જાણ પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન એક તરફ એવી ચર્ચા શરૂ થઈ હતી. આ વર્ષે પણ શિવરાત્રી મેળો યોજાવો જાેઈએ અને રાબેતા મુજબ બધા કાર્યક્રમો થવા જાેઈએ તેવી લાગણી વ્યકત થઈ હતી. સરકારશ્રીમાં આ બાબતે રજુઆતો કરવામાં આવી હતી. અને ગુજરાતની સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળની સરકાર દ્વારા ચોકકસ માર્ગદર્શીકા મેળા અંગે જાહેર થાય તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. દરમ્યાન ગિરનાર ક્ષેત્રનં વરિષ્ંઠ સંતો પણ જૂનાગઢ જીલ્લા વહિવટીતંત્ર પણ સરકાર સાથે સંકલનમાં રહયા હતાં. આ દરમ્યાન આજે ભવનથ ખાતે મળેલી સંતોની મહત્વની બેઠકમાં મહામંડલેશ્વર વિશ્વંભરભારતીજી મહારાજ, મહંતશ્રી ઈન્દ્રભારતીબાપુ તેમજ વરિષ્ઠ સંતો તેમજ ભવનાથ મહાદેવ મંદિરનાં જયશ્રીકાનંદજી મહારજ તેમજ સંતો ઉપસ્થિત રહયા હતાં. તેમજ જીલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતાં. આ તકે એવી સતાવાર રીતે સંતોએ જાહેરાત કરી હતી કે આવતીકાલે ભવનાથ મહાદેવ મંદિર ખાતે સવારે ધ્વજારોહણનો કાર્યક્રમ થશે તેમજ આ વર્ષે તકેદારીનાં ભાગરૂપે આમ જનતા માટે મેળો મુલત્વી રાખવામાં આવેલ છે. તેમજ સંતો દ્વારા ધાર્મિક કાર્યક્રમ થશે અને સાત જેટલા અન્નક્ષેત્રોને પણ ચાલુ રખાશે અને જરૂર પડયે વધારાની સુવિધા ઉભી થશે. તેમજ શિવરાત્રીનાં દિવસે દર વર્ષે પરંપરાગત યોજાતું રવાડી સરઘસ પરંપરને અનુસાર ધામધુમથી અને ભાવપુર્વક યોજવામાં આવશે અને આમજનતાને પ્રશાસન તંત્ર અને સંતોએ પણ અપીલ કરી છે શિવરાત્રી મેળાનં દિવસો દરમ્યાન ભવનાથમાં ન આવવા અપીલ કરી છે. અને શિવરાત્રી મેળા અંગેનું લાઈવ પ્રસારણ ઘરે નિહાળવા અપીલ કરી હોવાનું જાણવા મળેલ છે. દરમ્યાન આજે ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ હતું. આજે મળેલી બેઠકમાં વરીષ્ઠ સંતો તેમજ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મનપા તંત્રનાં પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews