શિવરાત્રીનો મેળાને હવે ગણત્રીના કલાકો જ બાકી રહયા છે. આવતીકાલે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ થયા બાદ શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. સરકારશ્રીની સુચના અને માર્ગદર્શિકા મુજબ શિવરાત્રીનો આ મેળો આ વર્ષે યોજાશે. સંતોની લાગણીને ધ્યાને લઈ સરકાર તરફથી શુ નિર્ણય લેવાય છે તે અંગેની રાહ જાેવાઈ રહી છે. દરમ્યાન શિવરાત્રીના મેળામાં ખાસ કરીને ચોટીલા ખાતે આવેલા આપાગીગાના ઓટલાની જગ્યાનાં મહંત શ્રી નરેન્દ્રબાપુનાં માર્ગદર્શન હેઠળ શામજીબાપુ તેમજ આપાગીગાના આર્શિવાદ અને વિજયબાપુનાં આર્શિવાદ સાથે અન્નક્ષેત્ર શરૂ થતું હોય છે. આ વર્ષે પણ આવતીકાલે મહાવદ નોમ છે જેથી કાલથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહયો છે ત્યારે આ શિવરાત્રીનાં મેળામાં સંતો પધારી રહયા છે. ત્યારે સંતોને માટે ભોજનની વ્યવસ્થાનો પ્રબંધ કરવામાં આવી રહેલ છે. લાલસ્વામીની જગ્યા ખાતે સંતો માટે અન્નક્ષેત્રની કામગીરી ચાલી રહી છે. નરેન્દ્રબાપુનાં માર્ગદર્શન હેઠળ સેવકગણ તડામાર તૈયારી કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews