સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર લોકોની, સંતોની અને આમ સમાજની સાથે જયારે પણ જરૂર પડી ત્યારે લોકોનાં પ્રશ્નોને વાચા આપવામાં મોખરે

0

જૂનાગઢથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર કે જે તંત્રીશ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય, સહતંત્રી અભિજીત ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ પેપર ટીમ, કેમેરા ટીમ, શોશ્યલ મિડીયા ટીમનાં આ નેટવર્ક દ્વારા પ્રજાના પ્રશ્નો હોય, આમ સમાજનાં પ્રશ્નો હોય કે અન્ય કોઈ રાજકીય, સામાજીક, ધાર્મિક, જ્ઞાતિ સમાજાેને લગતા સામાજીક પ્રશ્નો સૌના હિતમાં જયારે પણ જરૂર પડે ત્યારે આ અખબારે પોતાની નૈતિક ફરજ બજવી છે અને લોકોની લાગણી અને માંગણી અંગે સરકારનું પણ ધ્યાન દોર્યુ છે ત્યારે જૂનાગઢ ખાતે યોજાતો શિવરાત્રીનો મેળો ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સમાન છે. ભકિતભર્યા માહોલ વચ્ચે આ મેળો યોજાય છે અને સંતોનાં દર્શન, ધાર્મિક કાર્યક્રમો વગેરે બાબતો અગત્યની છે. જૂનાગઢ અને સોરઠ પંથકનાં નાનામાં નાની વ્યકિતથી લઈ વ્યવસાયકારોને પણ શિવરાત્રીનો આ મેળો રોજગારીનું છત્ર પણ પુરૂ પાડતુ હોય અને અંદાજીત કરોડોનું ટર્નઓવર આ મેળા દરમ્યાન થતું હોય આ વર્ષે કોરોના કાળમાં પાબંધીને કારણે શિવરાત્રીનો મેળો યોજવો કે કેમ તે અંગે ભારે અવઢવ ફેલાયેલી હતી. દરમ્યાન સંતો, આમસમાજ અને ભાવિકોની લાગણી સાથેના અહેવાલો વારંવાર સૌરાષ્ટ્રભૂમિ દૈનિક પત્ર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે અને આ રીતે સરકાશ્રીનું ધ્યાન પણ દોર્યુ છે. અને સમાચાર આપવામાં સતત મોખરે રહયું છે. આજે પણ સરકારશ્રીનાં માર્ગદર્શન મુજબ સંતો દ્વારા શિવરાત્રી મેળા અંગેની કરેલી જાહેરાત અને ધાર્મિક કાર્યક્રમ બાબતેનાં અહેવાલ અત્રે પ્રસિધ્ધ કરી અને ફરી એકવાર આ અખબારે પોતાની ફરજ અદા કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!