જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા મહિલા દિનની ઉજવણી

0

આજે ૮ મી માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢમાં હોલીડે એડવેન્ચર એકટીવીટી દ્વારા તા. ૭-૩-ર૦ર૧ ના રોજ મહિલાઓ માટે વિનામુલ્યે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૧પ થી પર વર્ષના પ૪ બહેનોએ ભાગ લીધો હતો. બહેનોના ગ્રુપમાં સરકારી, ખાનગી નોકરી કરતા બહેનો, સાસુ-વહુ, મા-દિકરી જાેડાયા હતા. આ કેમ્પમાં બે ટીમો બનાવી હતી જેમાં એક ટીમ લક્ષ્મણ ટેકરી ર૦૦૦ ફુટ અને બીજી ટીમ જાેગણીયા ડુંગર ૧૯૦૦ ફુટ બહેનોએ સર કરેલ હતો. કેમ્પ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને પ્રમાણપત્ર તથા ભાવનગર, જામનગર અને રાજકોટથી આવેલા બહેનોને મેડલથી સન્માનિત કરાયાં હતાં. કેમ્પને સફળ બનાવવા પ્રમુખ કલ્પેશ શાંખલા, મહિલા ચેરમેન ધર્મિષ્ઠાબેન ચૌહાણ, પી.સી.ભટ્ટ, ઈન્સ્ટ્રકટર ડેનીશ મેંદપરા, ધાર્મિક ભટ્ટ, જીત પરમાર, નીમીષ જેઠવા, જગદીશ પારધીએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!