જૂનાગઢનાં દોલતપરામાંથી બાઈક ચોરનાર શખ્સ ઝડપાયો

0

જૂનાગઢના દોલતપરામાંથી મોટરસાઈકલની ચોરી કરનાર ધણેજ બાકુલાના શખ્સને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના દોલતપરા જકાતનાકા નજીક આંગડીયા પેઢી પાસે જયેશભાઈ ભીમજીભાઈ ખાણીયાએ તેનું જીજે ૧૧ બીએસ ૩ર૧૧ નંબરનું મોટરસાઈકલ પાર્ક કર્યું હતું. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જૂનાગઢ રેન્જ ડીઆઈજથી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર.જી. ચૌધરીએ તપાસદરમ્યાન સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરતાં બાઈકની ચોરી તાલાલાના ધણેજ બકુલાના પ્રકાશ ઉર્ફે કાણીયો મધુભાઈ કવાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે આરોપીને ઝડપી લઈ કિંમત રૂા. ૩૦ હજારનું બાઈક કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews