જૂનાગઢ પોલીસે યુવતીનું ખોવાયેલું પર્સ, મોબાઈલ પરત કરી ઉમદા ફરજ બજાવી

0

કીંજલબેન ડો/ઓ ચંદુભાઇ પંડયા રહે. ગામ અમરગઢ તા.મેંદરડા વાળા પોતાના માતા સાથે તા. ૭-૩-૨૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં જૂનાગઢ પંચહાટડી ચોક વિસ્તારમાં લગ્નની ખરીદી કરવા માટે આવેલ હતા. અને પોતે પંચહાટડી ચોકથી નાગરવાડા બાજુ ગયેલ હતા. ત્યારે રસ્તામાં કયાંય પોતાનો પર્સ પડી ગયેલ હોય જે પર્સમાં આશરે રોકડા રૂા. ૫,૫૦૦ તથા એક રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં. રૂા.૧૦,૦૦૦નો હતો. જે ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરેલ અને પીઆઇ આર.જી. ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ. આર.જી.ચૌધરી, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી.માડમ, હે.કો. એમ.યુ.અબડા પો.કો. અનકભાઇ, પ્રવીણભાઇ, દિનેશભાઇ, વનરાજસિંહ, મનહરભાઇ, વિક્રમસિંહ, ભાવસિંહ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરવામાં આવેલ. તેમજ કીંજલબેનના મોબાઇલ ફોનમાં ફોન કરતા રીંગ જતી હતી. પરંતુ કોઇ ફોન ઉપાડતુ ન હોય. પરંતુ સતત ફોન કરતા નીરૂબેન ડો/ઓ નાનજીભાઇ જીંજવાડીયાએ ફોન ઉપાડેલ અને તેમને બનાવની જાણ કરેલ અને એ ડીવીઝન પોલીસ સ્ટેશન આવવા સમજ કરતા. નીરૂબેન તેમના પિતા નાનજીભાઇ એ ડીવીઝન પોલીસ સ્ટેશન આવેલ અને કીંજલબેનને તેમનુ પર્સ તથા મોબાઇલ ફોન સલામત પરત આપેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!