ભવનાથનાં શિવરાત્રી મેળામાં લોકોને પ્રવેશબંધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જૂનાગઢ ભવનાથ ખાતે ચાલુ વર્ષે કોરોનાના સક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન. ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે. વાજા તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ, ભીમાભાઈ, રાજુભાઇ ઉપાધ્યાય સહિતની ટીમ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય માત્ર સાધુ સંતો દ્વારા જ પરંપરાગત રીતે મેળો ઉજવાનાર હોય, શ્રદ્ધાળુઓને તથા લોકોને મેળામાં આવવા ઉપર પ્રતિબંધ હાોય, બિન જરૂરી ભીડ ના થાય એ માટે મહા શિવરાત્રી મેળામાં નહીં આવવા માટે અપીલ કરવામાં આવેલ છે. મહા શિવરાત્રી મેળો ચાલુ સાલે બંધ હોવાથી કોઈને ભવનાથ વિસ્તાર કે તળેટીના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર નથી. ા્‌
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહા શિવરાત્રી બંદોબસ્ત માટે સ્મશાન ત્રણ રસ્તા ખાતે ચેક પોસ્ટ તૈયાર કરી, ૩ પીએસઆઇ તથા આશરે ૪૦ જેટલા પોલીસના માણસોને રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફ્ટમાં ગોઠવવામાં આવેલ છે. ગઈકાલે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં રહેતો એક પટેલ પરિવાર પોતાના સ્વજનના અવસાન બાબતે ફૂલ પધરાવવા તથા તર્પણ વિધિ કરવા કુટુંબ સાથે જૂનાગઢ દામોદર કુંડ આવેલ હતો.
જૂનાગઢ આવ્યા પછી તેઓને જાણવા મળેલ કે, પબ્લિક માટે પ્રવેશ બંધ છે. ધાર્મિક વિધિ કરવા આવેલ પટેલ પરિવાર મુંજાયો હતો. તેઓએ ત્યાં બંદોબસ્તમાં હાજર ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, રજુઆત કરવામાં આવતા, બંદોબસ્તમાં હાજર પીએસઆઇ એન.કે.વાજા, કે.એસ. ડાંગર તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ, નારણભાઇ, પો.કો. જૈતાભાઇ સહિતના સ્ટાફ દ્વારા તાત્કાલિક મંજૂરી આપી, ધાર્મિકવિધિ માટે પટેલ પરિવારને પરવાનગી આપી, દામોદર કુંડ વિધિ કરાવી હતી. રાજકોટના રણછોડનગરના પટેલ પરિવાર દ્વારા જૂનાગઢ પોલીસે માનવતા ભર્યું વલણ અપનાવવા તથા સહિષ્ણુતા દાખવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા મહા શિવરાત્રી મેળામા લોકોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા માનવતા ભરી તથા સહિષ્ણુતા દાખવી, લોક ઉપયોગી કાર્યવાહી કરી, ઘણા જુદા જુદા ગામોમાંથી ફૂલ પધરાવવા આવતા લોકોને તાત્કાલિક પરમિશન આપી, ધાર્મિક વિધિ કરાવવા તજવીજ કરવામાં આવે છે.
હાલના સંજાેગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોય જૂનાગઢ પોલીસ દ્વારા આયોજન કરી લોકોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશ કરવા પ્રતિબંધની જાણ કરી જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews