ભવનાથમાં આવેલ લાલસ્વામીની જગ્યા ખાતે આપાગીગાના ઓટલા દ્વારા ચાલી રહેલા અન્નક્ષેત્રમાં પૂજન અને ધ્વજારોહણનો ભાવપૂર્વક કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તાર ક્ષેત્રમાં ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિરે સંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંતોના મેળાનો શુભારંભ કરવામાં આવલ હતો. કોરોનાનાં સંક્રમણકાળમાં આ વર્ષે ફકતને ફકત સંતોનો જ મેળો યોજાઈ રહયો છે ત્યારે લાલસ્વામીની જગ્યા ખાતે દર વર્ષે ચોટીલા ખાતે આવેલા આપાગીગાના ઓટલાનાં મહંત અને મહામંડલેશ્વર શ્રી નરેન્દ્રબાપુ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે અને હજારો ભાવિકો સંતો પ્રેમથી ભોજન પ્રસાદનો લાભ લે છે અને જય આપા ગીગાના જય જયકાર નરેન્દ્રબાપુ દરેકને પ્રેમથી આવકાર આપે છે અને આગ્રહપૂર્વક પ્રસાદ લેવડાવે છે. આપાગીગાના ઓટલાની જગ્યા દ્વારા પૂ. નરેન્દ્રબાપુના માર્ગદર્શન હેઠળ અન્નક્ષેત્ર બે દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ગઈકાલે ધ્વજારોહણનો કાર્યક્રમ પણ ભાવપૂર્વક યોજવામાં આવ્યો હતો. સતાધારની પાવનકારી જગ્યાના ગુરૂગાદીની પરંપરા અનુસાર પૂ. આપાગીગા, પૂ. શામજીબાપુ, પૂ. જીવરાજબાપુનાં આશીર્વાદ સાથે ગઈકાલે ધ્વજારોહણ નિમિતે પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે નરેન્દ્રબાપુ તેમજ સતાધારની જગ્યાના ગાદીપતિ પૂ. વિજયબાપુ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે સંતોનું ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનાથ ખાતે યોજાતા શીવરાત્રીના મેળા દરમ્યાન દર વર્ષે આપાગીગાના ઓટલાધામ ચોટીલા દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી હજારો ભાવિકો પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ અન્નક્ષેત્ર સંતો માટે શરૂ કરવામાં આવ્યું છે. જયારે સંતોને ભાવપૂર્વક પ્રસાદનું આમંત્રણ આપવામાં આવેલ છે તેમજ શિવરાત્રી મેળા દરમ્યાન હાજરી આપી રહેલા સંતો, ભાવિકો, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીગણ, મનપાના કર્મચારી, પદાધિકારી, જીઈબી વિભાગ, આરોગ્ય વિભાગ, વનવિભાગ તેમજ પોલીસ વિભાગ સહિતના તમામ વિભાગના કર્મચારી, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો, પદાધિકારીઓને પણ આપાગીગાના ઓટલા લાલસ્વામીની જગ્યા ખાતે શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રમાં પ્રેમથી પ્રસાદ લેવા માટે પધારવાનું ભાવભર્યું જાહેર નિમંત્રણ
પૂ. નરેન્દ્રબાપુએ પાઠવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews