જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ગોરક્ષનાથ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં પ્રવેશ કરો એટલે તુરતજ પવિત્ર ભૂમિમાં આવી ચડયા હોય તેવો અહેસાસ થવા માંડે છે. કાયમને માટે દર્શનાર્થે આવનારા ભાવિકોનો સમુહ નજરે પડે અને સામે જ ભગવા વસ્ત્રધારી અને જેઓનાં ચહેરા ઉપર એક તપસ્વીનું તેજ અને મીલનસાર હાસ્ય જાેવા મળે. આદેશનાં રણટંકાર સાથે અહી આવનારા અતીથીઓને પ્રેમથી આવકારી રહ્યા હોય તેવા એ સંત એટલે ગોરક્ષનાથ આશ્રમની જગ્યાનાં ગાદીપતી પૂજય શેરનાથબાપુ. વર્ષનાં ૩૬પ દિવસ અહી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.
ભવનાથ ખાતે યોજાતા શીવરાત્રી, પરીક્રમાનો મેળો કે કોઈ ધાર્મિક ઉત્સવ દરમ્યાન આવેલા ભાવિકો સંતોને એક સરખું સન્માન આપી અને તેઓને પ્રેમથી ભોજન પીરસવામાં આવે. કતારબંધ પંગતોમાં ભાવિકો પ્રસાદ આરોગતા હોય છે અને સ્વચ્છતાની કામગીરી જયાં ઉડીને આંખે વળગે એવી આ જગ્યામાં ગુરૂકૃપા કાયમને માટે જાેવા મળે. કોરોનાનાં સંકટ કાળમાં પણ પૂજય શેરનાથ બાપુ દ્વારા ભૂખ્યાજનો માટે સેવાની કામગીરી બજાવી હતી. આ ઉપરાંત આ ધાર્મિક જગ્યા ઉપર સંતવાણીનાં કાર્યક્રમો યોજતા રહે છે. આદેશનાં રણકાર સાથે પૂજય શેરનાથ બાપુનું એક જ વાકય ભકતજનોને કાયમ સાંભળવા મળે. અને ભુખ્યાજનોની જઠરાગની સંતોષાય તેજ અમારો સેવા યજ્ઞ છે. ગિરનારજી મહારાજની અને ગુરૂમહારાજની કૃપાને કારણે ગુરૂમહારાજે જે કાર્ય સોંપ્યું છે તે કાર્ય એમનાં આદેશ અનુસાર અમે કરી રહ્યા છીએ. આવા સંતનાં દર્શને ભાવિકો અવાર-નવાર જતા હોય છે અને શાંતીનાં વાતાવરણનો અનુભવ કરે છે. શિવરાત્રીના મેળાનો ગઈકાલથી પ્રારંભ થયો છે. કોરોનાના સંકટકાળમાં આ વર્ષે જાહેરજનતાને માટે મેળામાં પ્રતતિબંધ છે પરંતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સંતો દ્વારા ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે. પૂ. શેરનાથબાપુના માર્ગદર્શન હેઠળ ગોરખનાથ આશ્રમ ખાતે પણ સંતોને પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews