ભવનાથ મહાદેવની પૂજા, ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ : ભાવિકોની ગેરહાજરી વચ્ચે મેળાનો આજે બીજાે દિવસ

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે શ્રધ્ધાળુઓ અને ભાવિકોની ગેરહાજરી વચ્ચે ફકતને ફકત સાધુ સંતો માટે ધાર્મિક પરંપરાને જાળવી રાખવાના ભાગરૂપે આ મેળો યોજાઈ રહ્યો છે. ગઈકાલે ભવનાથ મહાદેવ મંદિરે શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન વિધિ તેમજ ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને આ સાથે શિવરાત્રી મેળાનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગિરનારની ગોદમાં મહા વદ નોમથી મહાશિવરાત્રી સુધી પાંચ દિવસીય લોકમેળાની પરંપરા જાળવવા સાધુ સંતો, પદાધિકારીઓ જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓએ ભવનાથ મંદિરે પૂજન અને ધ્વાજારોહણ કરી સાધુ સંતો માટે મેળાનો વિધિવત્ત પ્રારંભ કર્યો હતો. આ તકે ભવનાથ મંદિરમાં સવારે મંદિરના મહંત હરીગીરી મહારાજ, ભવનાથ વિસ્તારનાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, ઈન્દ્રભારતીબાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, મહેશગીરીબાપુ સહિતના સાધુ સંતો દ્વારા ભવનાથ મહાદેવને જલાભિષેક કરીને પૂજન, અર્ચન અને આરતી કરાઈ હતી. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી, સાધુ-સંતો-મહંતો, મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી સહિત પાદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રનાં વડા કલેકટર, કમિશ્નર, અધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓની ઊપસ્થિતીમાં જય ગિરનારી અને બમ-બમ ભોલેના નાદ સાથે આધ્યાત્મિક મંગલમય વાતાવરણમાં ભવનાથ મંદિરે પૂજન અને ધ્વાજારોહણ કરવામાં આવ્યુ હતું. વૈશ્વિક મહામારી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે શિવરાત્રીના મેળા દરમ્યાન શરૂ થતા અન્નક્ષેત્રો, ઉતારા મંડળ અને તેમના દ્વારા ભાવિકો માટે શરૂ થતા અન્નક્ષેત્રો બંધ રહેશે. મેળો માણવા આવતા લોકો માટે પણ પ્રવેશબંધી રહેશે. સાધુ, સંતો અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ અને ઉતારામંડળ દ્વારા સર્વાનુમતે આ ર્નિણય કરવામાં આવ્યો છે. નિજાનંદમાં મસ્ત સાધુ મહાત્માઓ, ઉતારા મંડળો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો આ મેળાને મનભરીને માણે છે. પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે લોકો મેળો માણવા ના આવે અને સહકાર આપવા સાધુ સંતો અને તંત્રના અધિકારીઓ દ્વારા અનુરોધ કરાયો છે. જિલ્લા પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!