માણાવદર અને મેંદરડા તાલુકાના ૧૯ ગ્રામ પંચાયતના મકાનોનું રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે થશે સમારકામ

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર અને મેંદરડા તાલુકાના કુલ ૧૯ ગ્રામ પંચાયતના મકાનો રૂા.૫૩.૫૦ લાખના ખર્ચે સમારકામ થશે. માણાવદર અને મેંદરડા તાલુકાના સી.ડી.પી. યોજના અંતર્ગત માણાવદરના ૯ ગ્રામ પંચાયતના મકાનો અંદાજીત કુલ રૂા.૨૧ લાખના ખર્ચે તેમજ મેંદરડાના ૧૦ ગ્રામ પંચાયતોના મકાનો અંદાજીત રૂા.૩૨.૫૦ લાખના ખર્ચે સમારકામ કરાશે. આ માટેની સૈદ્ધાંતિક મંજુરી મળી ગયેલ છે. આ યોજના અંતર્ગત માણાવદર તાલુકાના કોઠડી, રોણકી, ભાલેચડા, લીંબુડા, દડવા, સીતાણા, ગળવાવ, નાંદરખા અને મિતડી આવતા ગ્રામ પંચાયતના મકાનોનો સમાવેશ થાય છે. તેમજ મેંદરડા તાલુકાના બાબરતીર્થ, ઢાંઢાવાડા, ગુંદાળા, લીલવા, માલણકા, નતાડીયા, ઇટાળી, હરિપુર, કેનેડીપુર અને ભાલછેલ ગ્રામ પંચાયતના મકાનોનો સમાવેશ થાય
છે.
માણાવદર અને મેંદરડા તાલુકાના ગ્રામ પંચાયતના મકાનો રીપેરીંગ થવાથી ગ્રામ પંચાયતો વધુ સુવિધા યુક્ત બનશે. ગ્રામ પંચાયતના મકાનો વધુ સુવિધા યુક્ત બનાવવા માટે સતત ચિંતા કરી સૈદ્ધાંતિક મંજુરી મેળવવા કરેલ રજૂઆતને અંતે મંજુરી મળી ગયેલ હોઈ ટુંક સમયમાં કામગીરી કરવામાં શરૂ કરવામાં આવશે. એમ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવેલ હતું કે, હું માણાવદર મતવિસ્તારના વિકાસ કામો માટે હંમેશા ચિંતા કરતો રહ્યો છું અને કરતો રહીશ. આ સમાચારથી સ્થાનિક ગ્રામ પંચાયતના ગામ લોકો, કાર્યકર્તા તેમજ માણાવદર અને મેંદરડા તાલુકાના મતદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!