કેશોદના ભાટસીમરોલી ગામે સાડા આઠ વીઘા જમીનનું સાટાખટ કરી ધાક-ધમકીના ત્રાસથી યુવાને દવા પીધી, પોલીસ ફરીયાદ

0

કેશોદ તાલુકાનાં ભાટસીમરોલી ગામનાં જયશ્રીબેન યશપાલભાઈ યાદવ (ઉવ.૩૯)એ અશોક સરમણભાઈ જાડેજા (રહે.કેશોદ) તથા કિરીટભાઈ વિરમભાઈ રામ (રહે.ભાટસીમરોલી)વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીના પતિએ આરોપી નં.૧ પાસેથી ૧૮ ટકાના વ્યાજે કટકે – કટકે રૂપિયા ૧૬,૦૦,૦૦૦/- લીધેલ જેના ફરીયાદીએ તેઓને ૧ર,પ૦,૦૦૦/- ચુકવી દીધેલ તેમ છતા હજુ વધુ રૂપિયા ૯૦,૦૦,૦૦૦/- ની ઉઘરાણી કરી ફરીયાદીના જેઠના દિકરાની ૧૦ વિઘા જમીનનાં દસ્તાવેજ કરાવી લઈ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તથા આરોપી નં.રએ ફરીયાદીના પતિને કટકે – કટકે રૂપિયા ૧૭,૦૦,૦૦૦/- ૧૦ ટકાના વ્યાજે આપેલ તે પેટે ફરીયાદીના પતીએ તેઓને રૂપિયા ૧૧,પ૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા હજુ વધુ ૩પ,૦૦,૦૦૦/- રૂપિયાની ઉઘરાણી કરી ફરીયાદીના પતિને ધાક ધમકી આપી સાડા આઠ વીઘા જમીનનું સાટાખત કરાવી લઈ હજુ પણ વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદી તથા તેના પરીવારને માનસીક ત્રાસ આપતા ફરીયાદીના પતિથી આ ત્રાસ સહન નહી થતા તેમની જાતે તેમના ઘરે દવા પી લીધી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં પીએસઆઈ એમ.સી.ચુડાસમા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews