સ્ટેટ શુટીંગ ચેમ્પિયન શીપમાં જૂનાગઢને ગૌરવ અપાવ્યું

0

અમદાવાદ ખાનપુર રાઈફલ કલબ મુકામે રપ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી પ૬ સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજશાખા રાઈફલ કલબ જૂનાગઢના કુલદિપ પંડયા, સોમ સાંગાણી, રિધ્ધી ઓડેદરા, રૈના મહેતા, વિરાટ વઘાસીયા, ધનીશા ડઢાણીયાએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો જે પૈકી કુલદિપ-૩૭૧ પોઈંટ મેળવી સમગ્ર ગુજરાતમાં ૪થુ સ્થાન તેમજ સોમ ૩૪૮ પોઈંટ નોંધાવી વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ માટે કવોલીફાય કરી જૂનાગઢને ગૌરવ અપાવેલ છે. વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં પણ આ શુટર કવોલીફાય કરી અને નેશનલ ઈન્ટરનેશનલ લેવલે જીલ્લાને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા કોચ હિરેન ખુંટીએ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews